Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાનમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજસ્થાનમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
, બુધવાર, 24 ઑગસ્ટ 2016 (13:43 IST)
રાજસ્થાનનાં પૂર્વ અને પશ્ચિમી વિસ્તારમાં લોપ્રેશરને કારણે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરોને કારણે આગામી બે દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે તેમજ કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળછાયા વાતાવરણથી રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 27થી 32 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.અમદાવાદના કેટલાક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ શરૂ થયો છે.

 હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાના એંધાણ છે. શહેરમાં પડેલા વરસાદ બાદ એએમસી તંત્ર અંધારામાં છે. કયા વિસ્તારમાં પાણી ભરાયા તેની માહિતી જ નથી. નિર્ણયનગર ગરનાળું પાણીમાં ગરકાવ હોવા છતાં તંત્રને જાણ જ નથી. તંત્ર પાસે ફક્ત શહેરના અંડરપાસની માહિતી હોવાનું મુખ્યમંત્રી કંટ્રોલ અધિકારીએ નિવેદન આપ્યું હતું.શહેરના સરસપુર વિસ્તારમાં શૈફી સોસાયટી, ભગવતીનગર સહિત અનેક સોસાયટીઓ અને આસપાસના વિસ્તારારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદને પગલે વાહનવ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વોરાના રોઝા પાસે મંત્રીની કાર બંધ થઈ જતા ધક્કો મારીને ચાલુ કરવી પડી હતી. 

જ્યારે ઉત્તર ગુજરાતમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડાસામાં 5 ઈંચ, મેઘરજમાં 4 ઈંચ પાલનપુરમાં પોણા 3 ઈંચ વરસાદ થતાં પાલનપુરમાં આબુ રોડ પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક જામ રહ્યો હતો. સાબરકાંઠામાં છેલ્લા 72 કલાકથી શરૂ થયેલ મેઘમહેર મંગળવારે 3 કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ મોડાસામાં ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જયારે જિલ્લાના ભિલોડા, મેઘરજ, ધનસુરા, બાયડ અને માલપુર પંથકમાં પણ વરસેલા ભારે વરસાદથી વરસાદી મહેર થઇ હતી. તાલુકાના મડાસણાથી ધોલીયા જતા માર્ગની ડીપ ઉપર ભારે પાણી ફરી વળતાં ધોલીયાનો સંપર્ક તૂટ્યો હતો. મૂશળધાર વરસાદથી નગરના વિવિધ રહેણાક વિસ્તારોમાં ઢીંચણથી કેડ સુધીના પાણી ભરાતાં કેટલાય ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. મોડાસાના બાયપાસ માર્ગ ઉપર આવેલ ઓધારી તળાવ ઓવરફલો થયું હતું. 

તાલુકાના મડાસણાથી ધોલીયા જતા માર્ગની ડીપ ઉપર ભારે પાણી ફરી વળતાં ધોલીયાનો સંપર્ક તૂટયો હતો.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને 167 તાલુકામાં કુલ 171 એમએમ વરસાદ નોંધાયો છે. રાજ્યનો આ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 438.02 એમએમ થયો છે, તો ઓગસ્ટનો કુલ વરસાદ 221.96 એમએમ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છમાં સૌથી ઓછો અને અરવલ્લી જિલ્લામં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફાંસની મદદથી બની રહેલ 6 પનડુબ્બિયોનો ડેટા લીક, પર્રિકરે નેવી ચીફને આપ્યા તપાસના આદેશ