Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાન હાઈકોર્ટે હાર્દિકના કેસમાં સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી

રાજસ્થાન હાઈકોર્ટે હાર્દિકના કેસમાં સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (15:20 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વિનર હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરીને ઉદયપુરમાં હાર્દિકના કામચલાઉ ઘરે તેને ગેરકાયદેસર રીતે નજરકેદમાં રાખવાનો રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો છે. આ કેસમાં  રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજસ્થાન હાઈકોર્ટમાં થયેલી પીટિશનને પગલે હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. તેમજ આ અંગે ખુલાસો કરવા આદેશ આપ્યો છે.   લોખંડવાલાએ હેબિયસ કોર્પસ રીટ પીટિશન દાખલ કરીને હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, તે રાજસ્થાન પોલીસને આદેશ આપે કે તેઓ હાર્દિકને કોર્ટ સમક્ષ હાજર કરે. આ રીટ પીટિશનમાં રાજસ્થાન સરકાર, ડીજીપી તથા ઉદયપુરના આઈજીપીને પ્રતિવાદી બતાવાયા છે. પીટિશનમાં આક્ષેપ કરાયો છે કે, નામદાર ગુજરાત હાઈકોર્ટના 8 જુલાઈ, 2016ના આદેશનું બદઈરાદાના કારણે ખોટું અર્થઘટન કરીને પોલીસ અધિકારીઓએ હાર્દિક પર ખોટી શરતો લાદી છે. આ પોલીસ અધિકારીઓએ હાર્દિકને કહ્યું છે કે તે નજરકેદ હેઠળ છે. પોલીસે હાર્દિકને ધમકી આપી છે કે એ ઘરની હદની બહાર પગ મૂકશે તો માઠાં પરિણામ ભોગવવાં પડશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો આવુ થશે તો ભારત T-20ની રેંકિંગમાં નીચે ગબડી જશે