Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વનવિભાગને રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થાને સફારી પાર્ક બનાવવામાં રસ

વનવિભાગને રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થાને સફારી પાર્ક બનાવવામાં રસ
, ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:00 IST)
રાજ્યમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ માટે રાજકોટ કલેક્ટર દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સ્થિત હીરાસર નજીકની જમીનની પસંદગી કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ પણ આવી ગયો હતો. ત્યારે સ્થાનિક વન વિભાગ દ્વારા સફારી પાર્ક ઊભો કરવાની વાત કરતાં કલેક્ટર તંત્ર પણ મૂંઝવણમાં પડ્યું હતું. મળતી માહિતી મુજબ એરપોર્ટ માટે 2800 એકર ઉપલબ્ધ જમીનમાંથી 150 એકર જમીન ખાનગી માલિકીની છે અને તે ચોટીલા મામલતદારના કાર્યક્ષેત્રમાં આવે છે. જ્યારે અન્ય 700  એકર જમીન ફોરેસ્ટ ખાતાને વીડી વગેરેની કાર્યવાહી માટે વરસોથી અપાયેલી છે. કલેકટરે આ જમીન વન વિભાગ પાસે માંગી છે, પરંતુ તે આ જમીન ફરી કલેકટર તંત્રને આપવાના મૂડમાં ન હોય તેમ કહે છે કે, એ જમીન પર અમારે સફારી પાર્ક બનાવવો છે  અને આમ કહી જમીન આપવાની આડકતરી ના પાડી દેતા કલેકટર તંત્ર મુંઝવણમાં આવી ગયું હતું. એરપોર્ટના આયોજનને લઈને વન વિભાગ સાથે કલેક્ટરે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક વન અધિકારીએ સફારી પાર્ક બનાવવો છે એમ જણાવતાં કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે એરપોર્ટ બનાવવા વિચારણા ચાલી રહી છે . જેથી સફારી પાર્ક કે અન્ય યોજનાને કોઈ અવકાશ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રશ્ન ઉભો થતા જ ધોનીએ છોડી કપ્તાની, કેપ્ટન કુલના કપ્તાની છોડવાના 5 કારણો