ધંધુકામાં ૧૧ વર્ષની બાળાએ ૨ વર્ષની બાળકીને પાણીના ટાંકામાંથી ડૂબતી બચાવી હતી. મળતી માહિતી પ્રમાણે ઘંઘુકાની મુખીફળીની ૧૧ વર્ષની એક બહાદુર બાળકીએ ૨ વર્ષની બાળકી કે જે પાણીના ટાંકામાં પડી ગઇ હતી તેને સમયસુચકતા અને બહાદુરી પુર્વક બહાર કાઢીને નાનકડી ઝોયાના જીવને નવજીવન બક્ષનાર રૃહિન ફાતીમાનુ ઘંઘુકાની શાળા દર સન્માન કરવામાં આવ્યુ હતુ. ૧૧ વર્ષની આ બાળકીની બહાદુરીથી નગર આખામાંથી તેને સન્માન મળી રહ્યું છે. આજુબાજુમાં કોઇ હતુ નહિ અને આવા સમયે અન્ય કોઇની મદદ લેવી કે શું કરવુ તે બાબતોનો ઝડપથી મનમાં વિચાર કરીને રૃહિને સ્વયં જ ઘટનાની ગંભીરતા જોતા તે પોતે જ પાણીના હોજમાં અડઘી ઉતરી ગઇ અને પછી પગ તેણીના બે પગની વચ્ચે પાણીમાં પડેલી બાળકીને ભીંસીને પક્ડી લઇ ઉંચી લીઘા બાદ હાથથી પકડીને પળ વારમાં બહાર સુઘી ખેંચી લાવી આ બાળકીના જીવને બચાવી લીઘો. જે બાળકીને રૃહિનની બહાદુરી અને સમયસુચકતા થી નવજીવન મળ્યુ તે આ જ વિસ્તારની ઝોયા નામની માત્ર બે વર્ષની જ બાળકી હતી.બે વર્ષની બાળકી રમતા રમતા અચાનક જ હોજમાં પડી ગઇ હતી. રૃહિને જીવ બચાવ્યા બાદ ઝોયાને તેના ઘરે પહોંચાડી સમગ્ર વાત કરી અને રૃહિને પોતાના માતા પિતાને પણ સમગ્ર ઘટનાની વાત કરી ત્યારે ઝોયા ના માતા પિતા એ રૃહિનને હર્ષ સાથે ભેટીને તેમની ઝોયાના નવજીવન આપવા બદલ ખુબ બિરદાવી અને આ વાત સમગ્ર વિસ્તારમાં ખબર પડતા નગરમાં પણ રૃહિનની બહાદુરીની ચર્ચાઓ થવા લાગી તો આ વાત શાળા પરિવારને ખબર પડતા શાળાના આચાર્ય રાજપાલસિંહ ચુડાસમા દરા શાળામાં રૃહિનનુ તેની સમયસુચકતા અને બહાદુરી બદલ જાહેર માં સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તકે બહાદુર બાળકીના માતાપિતા પણ ગૌરવ સાથે તેમની દિકરીએ કરેલા પરાક્રમ અને શૌર્યથી પ્રભાવિત તો થયા પણ ગજગજ છાતી ફુલાવતા નજરે પડયા હતા અને જણાવ્યુ કે અમારી દિકરીએ એક બીજી દિકરીને નવજીવન આપ્યુ તે જ અમારૃ સન્માન છે. આવે બહાદુર રૃહિનની બહાદુરીને સો સો સલામ.. પોતાની બહાદુરીથી સૌનુ દિલ જીતી લેનાર રૃહિને આ બાબતે જણાવ્યુ કે, જયારે પાણીમાં કાંઇક પડવાનો મોટો અવાજ સાંભળ્યો કે તરત જ હું તે દિશામાં દોડી ગઇ અને ઝોયાને અંદર પાણીમાં વલખા મારતી જોતા જ આજુબાજુમાં કોઇ હતુ જ નહી અને જો કોઇને બોલાવવા માટે સમય બગાડુ તો ઝોયા માટે જોખમ હતુ આથી તુરંત જ હું ખુદ પાણીમાં અડઘી ઉતરીને ઝાયાને પગ વચ્ચે દબાવીને બહાર કાઢી લીઘી મને બસ એક જ વાતનો ગર્વ છે કે મેં કોઇ ને જીવ બચવ્યો અને મારૃ જીવન મેં સફળ કર્યું