Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દારૂબંધીના કડક કાયદા બાદ બુટલેગરો બેફામ, દારૂના ભાવમાં કર્યો વધારો

દારૂબંધીના કડક કાયદા બાદ બુટલેગરો બેફામ, દારૂના ભાવમાં કર્યો વધારો
, શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:15 IST)
ગુજરાત સરકારે નશાબંધી એક્ટમાં સુધારા સાથે કડક સજાની જોગવાઈઓ જાહેર કરી છે.બીજી તરફ બુટલેગરોએ દારૃના ભાવમાં રાતોરાત વધારો કરી દીધો છે. વિદેશની દારૃની બોટલોમાં ૧૦૦નો વધારો થઈ ગયો છે.ગુજરાતમાં ૩૧મી ઓકટોબર સુધીમાં રાજયમાં નશાબંધીના ૨૧૭૬૧૧ ગુના નોંધ્યા છે. ગત વર્ષ ૨૦૧૫ ઓકટોબર સુધીમાં ૨૫૪૨૧૭ નશાબંધીની ગુના નોંધાયા હતા. જેમાં નશાબંધીના સૌથી વધુ ગુના સુરતમાં ૩૦૨૭૬ નોંધાયા છે.જયારે સૌથી ઓછા ગુના રાજકોટમાં ૧૯૫૩ ગુના નોંધાયા છે. રાજયના સાત રેન્જમાં વડોદરા રેન્જમાં ૩૯૯૨૫ ગુના નોધાયા છે.ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા દારૃના વેચાણ કરનાર અને દારૃ પીનાર સામે કેસ કરી રહ્યા છે. બીજી તરફ કોર્ટોમાં દારૃના કેસોના ભરાવો થતો હોય કલેકટરની મંજૂરી મેળવીને લોક અદાલતના માધ્યમથી નિકાલ કરવામાં આવી રહ્યા છે. ખરેખર ગુજરાતમાં દારૃબંધી હોવા થતા ખાનગીમાં અબજો રૃપિયાનો કારોબાર છે.જેમાં પોલીસનું ભારણ અડધુ ઉપરાંતનું હોવાનું બીન સત્તાવાર રીતે જાણવા મળે છે. ગુજરાતમાં ૩૬,૭૧૧ સ્થાનિક અને ૨૦,૨૦૨ એક્સ આર્મીમેન સહિત કુલ ૫૬,૯૧૩ પરમિટ હોલ્ડર છે.જેમાં કેટલાક પરમિટ ધારકો દારૃની ખરીદી કરીને વેચાણ કરે છે અથવા તો આખી પરમિટ વેચાણ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. ૨૦૦૯માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં સરકારે તપાસપંચની રચના કરી હતી.જેમાં તપાસપંચ દ્વારા દારૃના અડ્ડા બંધ કરવા માટે શુ કરવુ સહિતના મુદ્દે ભલામણ કરી હતી.લઠ્ઠકાંડ બાદ અમદાવાદ શહેરમાંથી ૨૨ વહીવટદારોની અમદાવાદ બહાર બદલીઓ થઈ હતી.આશરે એકાદ વર્ષ બાદ વહીવટદારો અમદાવાદ પરત આવીને પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓના વહીવટ ચાલુ કરી દીધો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકાર લોકોને PAyTM કરવા મજબૂર કરે છે પણ અમૂલના એક પણ સ્ટોર પર ઈ પેમેન્ટ માટેની સુવિઘા નથી.