Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોધરામાં શહિદ જવાનની અંતિમક્રિયામાં દેશદાઝ જોવા મળી

ગોધરામાં શહિદ જવાનની અંતિમક્રિયામાં દેશદાઝ જોવા મળી
, શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (14:54 IST)
કાશ્મીરમાં સોપીયા સેકટરમાં ફરજ બજાવતો ગોધરાનો યુવક મિશફાયરના કારણે વિરગતી પામતા તેનો પાર્થીવ દેહ ગત સોમવારની મોડી રાત્રીએ અમદાવાદથી લવાયા બાદ મંગળવાની સવારે આર્મી તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓર્નર સાથે પાર્થીવ દેહને અગ્ની સંસ્કાર આપ્યા હતા. જોકે માર્ગો પર નિકળેલી અંતિમ યાત્રામાં ખાડી ફળીયાના હિન્દુ, મુસ્લીમ, ક્રિશ્ચિયન સહિત તમામ જ્ઞાતિના લોકો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. ગોધરા ખાડી ફળીયામાં રહેતા રાજકુમાર યાદવનો પુત્ર શ્યામ યાદવ(ઉવ.25) તનતોડ મહેનત કરીને આર્મીમાં જોડાયો હતો. અગાઉ પોલીસમાં નાપાસ થવા છતાં તે હિમત હાર્યા વિના છેલ્લા 3 વર્ષથી લશ્કરમાં ફરજ બજાવતો હતો. તાલીમ બાદ તે અત્યંત સંવેદનશીલ ગણાતા અને સતત પાકિસ્તાન તરફથી હુમલો કરાતા એવા અસરગ્રસ્ત કાશ્મીરના સોપીયા સેક્ટરમાં  ફરજ બજાવતો હતો. અને અચાનક શનિવારના રોજ રાત્રીના સમયે ફરજ દરમિયાન મીસ ફાયર થયો હોવાની જાણકારી તેઓના પરિવારજનોને મળતા દુ:ખની લાગણી વ્યાપી ગઇ હતી. ત્યાર બાદ મેડીકલ રીપોર્ટ સહિતની કાર્યવાહી બાદ આર્મી દ્વારા તેના મૃતદેહને ગત સોમવારની મોડી રાત્રીએ અમદાવાદ એરપોર્ટ પરથી ગોધરા નજીક આવેલ વાવડી ટોલનાકા પાસે લવાયો હતા. દરમ્યાન બાઇક તેમજ રેલી યોજીને દેશદાઝની લાગણી સાથે  ગોધરાના ખાડીફળીયામાં લવાયો હતો. આ અંગેના સંદેશો મળતા આસપાસના રહીશો તેના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. આખી રાત્રી દરમ્યાન નગરજનો પહોંચવાની સાથે મંગળવારની સવારે તેની અંતિમ યાત્રા હતી.  ગોધરા શહેરનો જવાન પોતાની ફરજ દરમ્યાન જાન ગુમાવ્યા બાદ માર્ગો પર સવારે 10કલાકે નિકળેલી અંતિમયાત્રા દરમ્યાન નગરના યુવાનો ત્રિરંગા સામે મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. હિન્દુ, મુસ્લીમ, ક્રિશ્ચિયન સહિત વિવિધ જ્ઞાતિજનો મોટીસંખ્યામાં વંદે માતરમના નારા સાથે જવાન અમર રહો. ના નારા સાથે જોડાયા હતા. પરિણામે કોમી એખલાસના દર્શન જોવા મળ્યા હતા. ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર નગરજનો પણ અંતિમ દર્શન માટે ઉમટી પડયા હતા. ત્યાર બાદ સ્મશાન ગૃહમાં જમ્મુથી ગોધરામાં આવેલા આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. દરમ્યાન ભાજપા તથા કોંગ્રેસના મહાનુભાવો, પોલીસ કાફલો  હાજર રહયો હતો. આ  દરમ્યાન સૌકોઇના આંખોમાંથી અશ્રુ સરી પડીને દેશદાઝની લાગણીની કદર કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી પર રાહુલે મોદી પર તાક્યુ નિશાન - નોટબંધી સૌથી મોટુ કૌભાંડ, હુ બોલીશ તો ભૂકંપ આવી જશે