આગામી તારીખ ૧૭ થી ૨૦ રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના ખોડલ માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ મહોત્સવ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં વસતા પાટીદાર સમાજના પરિવારો આવી રહ્યા હોઈ તેમને દર્શન સાથે પ્રસાદ પણ મળી રહે અને કલાકના હિસાબે લાખો લોકો પ્રસાદ લેનાર હોઈ તેનું વિશાળ આયોજન કરાયું છે.ખોડલધામ સમિતિના ટ્રસ્ટના પરેશ ગજેરાના જણાવ્યા મુજબ ખોડલધામ કાગવડ ખાતે અંદાજે ૪૮ વીઘા જમીન ઉપર એક ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં એક કલાકમાં અંદાજે સવા બે લાખ ભાવિકો પ્રસાદ (ભોજન) લઇ શકે તેવું આયોજન છે. આ માટે ૬૦,૦૦૦ કિલો બટેટા,૬૦૦ કિલો લીલા મરચા,૨૦૦૦ કિલો પાકા ટામેટા,ચણાનો કરકરો લોટ ૧૦,૦૦૦ કિલો મોહનથાળ માટે મગાવ્યો છે.૫૦,૦૦૦ કિલો ઘઉંનો લોટ રોટલી માટે, ૧૦,૦૦૦ કિલો ચણાનો સાદો લોટ તથા અન્ય સામગ્રી પણ જરૂરીયાત પ્રમાણે મંગાવી છે, જેમાં શુદ્ધ ઘીનો પણ સમાવેશ થાય છે.ભાઈઓ અને બહેનો માટે જમવાની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. બંને વિભાગમાં ૪૫૦ બાય ૩૦૦ ફૂટના ૧૨૯ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. એક કલાકમાં ૨.૨૫ લાખ લોકો પ્રસાદ(ભોજન) લઇ સકે તેવી પાકી વ્યવસ્થા છે. મહોત્સવ માટે પટેલ સમાજમાં ભારે ધર્મોલ્લાસ છે.