Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા મળી

કચ્છમાં ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા મળી
, શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (17:39 IST)
હવે ઊંટડીનું દૂધ પણ માર્કેટમાં વેચાતું થશે. કેન્દ્ર સરકાર દ્વારા ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા મળતા કચ્છના ઊંટ પલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતમાં એકમાત્ર કચ્છના ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ તેયાર કરવામાં આવ્યો છે.આખરે ભારત સરકાર દ્વારા ઊંટડીના દૂધના વેચાણ માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન માન્યતા આપવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં ઊંટડીનું દૂધ પણ માર્કેટમાં વેચાતું જોવા મળશે. કચ્છ જિલામાં અંદાજીત દસ હજાર ઊંટની સંખ્યા છે, જેમાં ખારાઈ અને કચ્છી ઊંટની પ્રજાતિનો સમાવેશ થાય છે. આગમી દિવસોમાં કચ્છમાંથી ઊંટડીના દૂધ કલેક્શન કરી દૂધને પ્રોસેસિંગ કરી માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવશે.જેના કારણે ઊંટપાલકોને દુધના સારા ભાવ સારો સાથે લોકોને ઊંટડીના દૂધનો અનોખો ટેસ્ટ મળશે. કહેવાય છે કે, ઊંટડીના દૂધના સેવનથી ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, આર્યન, અને વિટામીન-સી ની ઉણપ ઉપરાંત ચામડીના રોગ અને પેટના રોગ જેવી અનેક બિમારીઓ પર કાબુ મેળવી શકાય છે. સામાન્ય રીતે દેશમાં ગુજરાત અને રાજસ્થાન, આ બે રાજ્યોમાં જ ઊંટોની સંખ્યા નોંધપાત્ર છે, અને તેમાં પણ ખારાઈ ઊંટની પ્રજાતિ માત્ર કચ્છમાં જ જોવા મળે છે. જે પણ હવે લૂપ્ત થવાને આરે છે. ત્યારે આવા સમયે સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ માલધારીઓની મદદથી ઊંટની ઉપયોગીતા વિશે લોકોને જાગૃત કરવા માટે કમર કસી છે.
ઊંટડીના દૂધની વિશેષતા
ઊંટડીના દૂધની વિશેષતા પર નજર કરીએ તો, ઊંટડીના દૂધમાં 90.5 ટકા ભેજ હોય છે. જ્યારે ગાયના દૂધમાં 87.5 ટકા. ઊંટડીના દૂધમાં ફેટ 2.5 ટકા હોય છે. જ્યારે ગાયના દૂધમાં 4.1 ટકા. પ્રોટીનની વાત કરીએ તો, ઊંટડીના દૂધમાં 3.6 ટકા પ્રોટીનની માત્રા હોય છે. જેની સામે ગાયના દૂધમાં 3.5 ટકા. જ્યારે કે વીટામીન સી નું પ્રમાણ ઊંટડીના દૂધમાં 5.3 ટકા હોય છે, તો ગાયના દૂધમાં માત્ર 1 ટકા વીટામીન સી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હે રામ ! ઘરમાં પત્નીની લાશ, પતિ બેંકની લાઈનમાં .. (વીડિયો)