Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમગ્ર દેશમાં ગુજરાતીઓનું આયુષ્ય સૌથી વધારે

સમગ્ર દેશમાં ગુજરાતીઓનું આયુષ્ય સૌથી વધારે
, મંગળવાર, 8 નવેમ્બર 2016 (12:34 IST)
ગુજરાતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68.7 વર્ષ છે જે સમગ્ર ભારતમાં બીજા તમામ રાજ્યાના પ્રમાણમાં 0.8 વર્ષ વધુ છે. આયુષ્ય પર કરવામાં આવેલા અભ્યાસ 2010 અને 2014ના આંકડા જણાવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આયુષ્ય સરેરાશ લાંબું હોય છે. ભારતના વસ્તી ગણતરી આયોગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે ભારતમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય 66.6 વર્ષ છે જ્યારે મહિલાઓનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે. વર્ષ 1970-1975માં પુરુષ અને સ્ત્રી વચ્ચેના આ આંકડા 48.8 હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચાર દાયકામાં ગુજરાત રાજ્યના નાગરીકોનું સરેરાશ આયુષ્ય આશરે 20 વર્ષ વધ્યું છે. સ્વાસ્થ્ય અધિકારી જે.પી ગુપ્તાના જણાવ્યા પ્રમાણે આયુષ્ય માટેનું સૌથી મોટો માપદંડ બીજા રાજ્યોની સરખામણીમાં સ્વાસ્થ્ય અને સારી તબિયત હતાં.  ‘આયુષ્યનો આધાર કેટલાંક કારણો પર છે જેમ કે સ્વાસ્થ્ય અને સારી અને સુધરેલી જીવનઢબ. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 12 લાખ બાળકો જન્મે છે અને આશશે 4 લાખ બાળકો એમાંથી મૃત્યું પામે છે.’ તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર બાળ મૃત્યુ આંકને લઈને ચિંતિત છે. 2013માં બાળ મૃત્યુ આંક 36 ટકાથી ઘટની 30 થયો છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનશે તો કોંગ્રેસની નૈયા પાર લાગી જશે ? જાણો રાહુલનું રિપોર્ટકાર્ડ