Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાતમા પગારપંચ માટે કર્મચારીઓનો સરકાર સામે સુત્રોચ્ચાર, વાઈબ્રન્ટનો વિરોધ કરશે

સાતમા પગારપંચ માટે કર્મચારીઓનો સરકાર સામે સુત્રોચ્ચાર, વાઈબ્રન્ટનો વિરોધ કરશે
, મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (15:24 IST)
સાતમું પગાર પંચ નહીં મળે તો વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરાશે. રાજ્યમાં સાતમાં પગાર પંચનો અમલ થઇ ગયો છે. સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળતો થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમના કર્મચારીઓને હજુ સુધી પગાર મળતો નથી. ત્યારે કર્મચારીઓમા રોષ જોવા મળી રહ્યો છે. દિવાળી આડે ગણતરીના દિવલો બાકી છે. ત્યારે સોમવારે જૂના સચિવાલયમાં બોર્ડ નિગમના કર્મીઓએ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નવા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિક્સ નીતિમાં રાખીને પુરો પગાર આપવામાં આવતો નથી. તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળે છે. અનેક નાના સંગઠનો એકઠા થઇને સરકાર સામે વિરોધ કરે છે. સાતમ પગાર પંચનો અમલ રાજ્યમાં થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમો દ્વારા અમલ કરાયો નથી. આવા કર્મચારીઓમાં રોષ છે. જૂના સચિવાલય જીવરાજ મહેતા ભવનમાં સોમવારે એકઠા થઇને સરકાર સામે સુત્રોચ્ચાર પોકાર્યા હતા. ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ, સરકારી સાહસોનુ કર્મચારી મહામંડળ અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને મહામંડળ દ્વારા સુત્રોચ્ચાર પોકારી સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#YadavVsYadav - તો શુ એક શ્રાપને કારણે વિખરાય રહ્યો છે મુલાયમનો પરિવાર ?