Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનાર સામે દંડની જોગવાઈ

દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનાર સામે દંડની જોગવાઈ
, મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (13:15 IST)
દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનનો એવોર્ડ મેળવ્યા બાદ તહેવારના દિવસોમાં સ્ટેશન પર મુસાફરોની અવર-જવર વધતાં ગંદકીનું પ્રમાણ પણ વધવાની શક્યતા વધુ છે. દરમિયાન સ્ટેશન પર પાન-માવા ખાઇને ગમે ત્યાં થૂંકનાર, નાસ્તો કરીને તેમજ પાણી પીને બોટલ ગમે ત્યાં ફેંકી ગંદકી ફેલાવનારને સાણસામાં લેવા રેલવેતંત્ર દ્વારા સ્પેશિયલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.સ્ટેશન અથવા ટ્રેનમાં ગંદકી કરનારને ૧૦૦ રૃપિયાથી લઇને ૫૦૦ રૃપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. સ્ટેશન મેનેજર, કર્મિશયલ મેનેજર તથા હેલ્થ ઇન્સ્પેક્ટર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. તેમજ ગંદકી ફેલાવનારને ઝડપી પાડી દંડ વસૂલવામાં આવશે. રેલવેના IRCTC પોર્ટલ દ્વારા દેશના તમામ સ્ટેશનો પૈકી છ-૧ અને છ સ્ટેશનો મળીને ૪૦૭ સ્ટેશનો પર સ્વચ્છતા બાબતનો સરવે કરાયો હતો. IRCTC દ્વારા અલગ અલગ માપદંડ હેઠળ ત્રણ વખત તમામ સ્ટેશનો પર સરવે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે માર્ચમાં કરાયેલા સરવેમાં સુરત સ્ટેશન નંબર એક પર રહ્યું હતું. ત્યારબાદ બીજી વખત કરાયેલા સરવેમાં છઠ્ઠા ક્રમે જ્યારે ત્રીજી વખત કરાયેલા સરવેમાં ફરી વખત સુરત સ્ટેશન પ્રથમ ક્રમે આવ્યું હતું. દેશનાં તમામ સ્ટેશનોમાં સુરત સ્ટેશન સ્વચ્છતાની દૃષ્ટિએ પ્રથમ ક્રમે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત સ્ટેશનને સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. દરમિયાન સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન તરીકેનો એવોર્ડ મળતા હવે સ્ટેશનને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ એટલી જ વધી ગઇ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસમાં ઉકળકતો ચરૂ- 50 જેટલી બેઠકો પર કોઈને ચૂંટણી માટે ટિકીટ લેવી નથી