Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં ગુજરાતનું એક માત્ર મહોલ્લો છે જ્યાં ત્રણ લોકોને પદ્મશ્રી એવોર્ડ મળ્યાં છે.

દેશમાં ગુજરાતનું એક માત્ર મહોલ્લો છે જ્યાં ત્રણ લોકોને પદ્મશ્રી એવોર્ડ મળ્યાં છે.
, મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (12:56 IST)
રાંદેર વિસ્તારના ફળીયામાં એક સમયે વસતાં ત્રણ વ્યક્તિ હસમુખભાઈ પારેખ, દિપકભાઈ પારેખ અને ગુણવંત શાહને પદ્મશ્રી એવોર્ડ મળ્યા હતા. દેશમાં એકમાત્ર ફળિયું એવું છે, જે ફળિયામાં પચ્ચીસ મીટરના અંતરે રહેતાં ત્રણ વ્યક્તિઓને  પદ્મશ્રી એવોર્ડ મળ્યાં છે.  એચડીએફસી બેંકના સ્થાપક હસમુખભાઇ ઠાકોરભાઇ પારેખ હતા. તેઓ લગભગ 6 ભાઇઓ અને એક જ બહેન હતી. તમામ ભાઇઓ બેંકમાં નોકરી કરતાં હતા. પણ હસમુખભાઇ કંઇક અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા. જેથી 1978માં પ્રથમ એચડીએફસી હાઉસીંગ ડેવેલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. અને સાથે સાથે હિન્દુસ્તાન ઓઇલ એસ્પ્રોઝન કંપનીની પણ સ્થાપી હતી જે આજે પણ કાર્યરત છે.

હસમુખભાઇ બીઆરસીમાં ડાયરેક્ટર તરીકે પણ સેવા આપતા હતા.સુરતમાં રાંદેર વિસ્તારમાં હસમુખ પારેખ પિતા ઠાકોરભાઈ સાથે પારેખ ફળીયાના ઘર નંબર 3-57માં રહેતા હતા. જ્યાં તેના ભાઈ ચંદ્રકાંત પારેખ મૃત્યુ સુધી રહ્યા હતા. હસમુખભાઈએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો. અને સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતાં હતા. ત્યારબાદ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ત્રણ વર્ષ લેક્ચરર રહ્યા હતા. 1956માં ડેપ્યૂટી જનરલ મેનેજર તરીકે આઈસીઆઈસીઆઈમાં જોડાયા હતા. જ્યાં 1972માં ચેરમેન અને મેનેજિંગ ટાયરેક્ટર બન્યા હતા. આઈસીઆઈસીઆઈ સાથે 1978 સુધી જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ 1978માં એચડીએફસી(હાઉસીંગ ડેવેલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન)ની સ્થાપના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં લૂંટના ઈરાદે વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરાઈ