Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં એક મકાનના બાથરૂમમાં મગરનું બચ્ચુ ઘૂસી ગયુ

વડોદરામાં એક મકાનના બાથરૂમમાં મગરનું બચ્ચુ ઘૂસી ગયુ
, સોમવાર, 17 ઑક્ટોબર 2016 (11:42 IST)
વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા જયનારાયણ નગરના એક મકાનના બાથરૂમમાં મગરનું બચ્ચું ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમે અડધો કલાકની જહેમત બાદ મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા જયનારાયણ નગરના મકાન નંબર 2ના બાથરૂમમાં મગરનું 2 ફૂટ લાંબુ બચ્ચું ઘૂસી ગયું હતું. ઘરના લોકોને મગર બાથરૂમમાં દેખાતા જ ગભરાટનો માહોલ ફેલાઇ ગયો હતો. અને સોસાયટીના રહીશો એકત્ર થઇ ગયા હતા. તુરંત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. અને વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને અડધો કલાકની મહામહેનતે મગરના બચ્ચાને રેસક્યૂ કરીને વનવિભાગ લઇ જવાયું હતું. આ મગરનું બચ્ચું જયનારાયણ નગરની પાછળ આવેલા નાળામાંથી ઘરમાં આવ્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. મગરનું બચ્ચું પકડાઇ જતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. મકાનમાં રહેતી  નિધીએ જણાવ્યુ હતુ કે, લોકોના ટોળા એકઠા થઇ જતાં મગરનું બચ્ચું ઘરના બાથરૂમમાં ઘૂસી ગયું હતું. મગરનું બચ્ચુ બાથરૂમમાં જતાં જ મેં બાથરૂમ બંધ કરી દીધુ હતુ. આ સાથે અમારા વિસ્તારમાં રેહતા એક યુવાને વનવિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ગણતરીની મિનીટોમાં અમારા ઘરે આવી પહોંચી હતી. અને અડધા કલાકની જહેમત બાદ મગરના બચ્ચાને પકડીને લઇ ગયા હતા.  નિધીએ જણાવ્યું હતુ કે, અમારા ઘરની બાજુમાંથી પસાર થતાં કાંસમાં ત્રણ જેટલા મોટા મગરો ફરે છે. અને તેમના બચ્ચાં પણ ફરે છે. અમારે સતત સતર્ક રહેવું પડે છે. ઘરના દરવાજા બંધ જ રાખવા પડે છે. અવાર-નવાર સાપ પણ નિકળે છે. ઉનાળામાં ઘરની બહાર પણ સુઇ સકતા નથી. કાંસ સાફ કરાવવા અને ઝાડી સાફ કરાવવા માટે અનેક વખત કોર્પોરેશનને અમે રજૂઆત કરી છે. પરંતુ કોઇ ધ્યાન આપવમાં આવતું નથી. કાંસમાંથી ધસી આવતા મગર અને સાપના કારણે જય નારાયણ નગરના લોકોને સતત ભયના ઓથાર નીચે રહેવું પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિન્દુઓ જાતીઓના ટૂકડામાં વહેંચી નાખવાના આતંકવાદીઓના કાવત્રાને સફળ થવા ન દો.: ડી.જી વણઝારા