Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ, ખેલૈયાઓની સાથે ખેડૂતોની મજા બગડી

સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ, ખેલૈયાઓની સાથે ખેડૂતોની મજા બગડી
, બુધવાર, 5 ઑક્ટોબર 2016 (13:03 IST)
ગુજરાતમાં નવરાત્રિના ચોથા દિવસે મંગળવારે બપોર બાદ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સમી સાંજે શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા ગરબા આયોજકોની ચીંતામાં વધારો થયો છે. મરાઠવાડા અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલા
અપસાઈક્લોનિક સરક્યુલેશનને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન ખાતાએ પણ નવરાત્રિ દરમ્યાન ભારે વરસાદની આગાહી કરી છે.અપર એર સર્ક્યુલેશન સિસ્ટમના પગલે કચ્છમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર હાજરી જોવા મળી હતી. ભચાઉમાં બપોરે બેથી ત્રણ વાગ્યાના માત્ર એક જ કલાકમાં સાંબેલાધાર ત્રણ ઇંચ પડતાં સર્વત્ર પાણી-પાણી જોવા મળ્યા હતા.  
webdunia

પોરબંદરના કુતિયાણા અને વંથલીમાં સૌથી વધુ ત્રણ કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો, જેને કારણે દુકાનોમાં પાણી ઘુસી ગયાં હતા. તાલાલાના હડમતિયામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કચ્છના ભચાઉમાં એક કલાકમાં 3 ઈંચ ખાબકતાં સર્વત્ર પાણીપાણી થઈ ગયું હતું.  ગીરપંથકમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.  ઉત્તર ગુજરાતના પાટણ, સરવસ્તી, ચાણસ્મા, સિદ્ધપુર, મોડાસા, ખેડબ્રહ્મા, વિજયનગર, ધનસુરા, માલપુર સહિતનાં વિસ્તારોમાં તોફાની પવન સાથે એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
webdunia

મધ્ય ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના મોટાભાગનાં વિસ્તારોમાં 1થી 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં છૂટા છવાયો વરસાદ પડશે તેવી આગાહી છે. 7મી તારીખ સુધી વરસાદ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ પડે તેવી આગાહી છે. અત્યારે છત્તીસગઢથી મહારાષ્ટ્રના વિદર્ભ સુધીના વિસ્તારમાં એક અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. નવરાત્રીમાં વરસાદ વિધ્ન બને તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી નવરાત્રી પ્રેમીઓને નિરાશ કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સર્જિકલ સ્ટ્રાઈક પર PAK બેનકાબ, પ્રત્યક્ષદર્શી બોલ્યા - ટ્રકો દ્વારા લઈ જવાઈ હતી આતંકીઓની લાશ... થયો હતો ગોળીબાર