Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં ઉદ્યોગોની સુરક્ષામાં વધારો કરાયો, વિઝિટર વિઝા પર આવેલા 157 પાકિસ્તાની નાગરીકોનો હાલ શહેરમાં વસવાટ

વડોદરામાં ઉદ્યોગોની સુરક્ષામાં વધારો કરાયો, વિઝિટર વિઝા પર આવેલા 157 પાકિસ્તાની નાગરીકોનો  હાલ શહેરમાં વસવાટ
, શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (14:21 IST)
સર્જિકલ સ્ટ્રાઇકના પગલે સરહદ પર તણાવ વધતા વડોદરાને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત રિફાઇનરી સહિતના ઉદ્યોગોની સુરક્ષામાં વધારો કરાયો છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ  ચેકિંગ શરૂ કરી દેવાયું છે. પોલીસ કમિશનર ઇ. રાધાકૃષ્ણે એલર્ટ જાહેર કરી શહેરનાં નાકાંઓ તેમજ ભીડવાળાં સ્થળો, મોલ, મલ્ટિપ્લેક્સ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવાનો આદેશ કર્યો છે.  વડોદરામાં હાલ 157 જેટલા પાકિસ્તાનીઓ વસવાટ કરી રહ્યા છે. આ તમામ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ વિઝા કે વિઝિટર વિઝા પર આવેલા છે. તેમાંય મુસ્લિમોની સંખ્યા નહિવત્ છે. સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પરિણામે પોલીસે શહેરમાં વસવાટ કરતા પાકિસ્તાનીઓ પર વોચ ગોઠવી છે. વિદેશી નાગરિકોને ભાડેથી મકાન આપવા સંદર્ભે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી પોલીસને 24 કલાકમાં જ જાણ કરવા જણાવાયું છે. હોટલ,લોજ, બોર્ડિંગમાં વિદેશી નાગરિક આવે ત્યારે તેનો રેકર્ડમાં રાખવા કહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ઉરીના શહીદો માટે થયેલા ડાયરામાં રૂપિયાનો ધોઘમાર વરસાદ