થરાદ તાલુકાની શ્રી મલુપુર પે.કે ન્દ્ર શાળામાં છેલ્લા બે મહીનાથી શ્રી બી.જે ગઢવી બી.એડ કોલેજ,રાધનપુર ના તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. જેમાં તેઓ અવાર નવાર વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. તા 26/09/2016 ના રોજ તાલીમાર્થીઓ તથા વિદ્યાર્થીઓ ભેગા મળી સ્વચ્છ ગ્રામ સફાઇ રેલી નું આયોજન કર્યું હતું. જેમાં તાલીમાર્થી હિતેશ ઓ. મિસ્ત્રી, તગજી રાજપૂત, અને ચૌધરી ઇશ્વરભાઇ અને વિદ્યાર્થો એ હામાં સાવરણી લઇ ગામના અસ્વચ્છ ભાગને સ્વચ્છ બનાવવાનો પ્રય્ત્ન કર્યો હતો. રેલી પૂર્ણ થયા બાદ પ્રાર્થના સભામાં સ્વચ્છતા વિશે વધુ માહિતી શંકરભાઇ મણવર તથા ધીરજભાઇ વણોલે આપી હતી. સ્વચ્છ્તાના અગ્રહી એવા રાષ્ટ્રપિતા નું દ્ષ્ટાંતો આપી અને વિશેસ રજુઆત અરવિદ ઉપાધ્યાય, શિવરામભાઇ પટેલ હંસાબેન પટેલ, અલ્કાબેન ગૌસ્વામી, અને રીનાબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓખાભાઇ જી. સુથારે કર્યું હતું. અંતે કાર્યક્રમની આભાર વિધિ માં શાળાના આચાર્ય શ્રી એસ.એમ. ખટાણા સાહેબે તાલીમાર્થોઓ અને તેમના અધ્યાપકોનો આભાર માન્યો હતો.