Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિલા બુટલેગરે અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરતાં વિવાદ વકર્યો

મહિલા બુટલેગરે અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરતાં વિવાદ વકર્યો
, ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (12:12 IST)
વ્યસનમુક્તિ રેલી માટે બુધવારે કડીમાં અલ્પેશ ઠાકોરને સ્થાનિક મહિલા બુટલેગર શકરીબેન   ઠાકોરે ફુલહાર પહેરાવીને સ્વાગત કરતા મામલો વિવાદિત બન્યો હતો.  કડીમાં વ્યસનમુક્તિ રેલી માટે આવેલા ઓબીસી મંચના અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેનાના સ્થાનિક અગ્રણીઓએ શાબ્દિક સન્માન કર્યુ હતુ. સભાસ્થળથી નજીકમાં જ દેશી દારૂનો અડ્ડો ચલાવતી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ જેના પર એકથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે તે શકરીબેને અલ્પેશ ઠાકોરને  ફુલહાર કર્યા હતા. મહિલા બુટલેગરના હસ્તે સન્માન પછી અલ્પેશ ઠાકોરે દારૂબંધીના  કાયદાનું ચૂસ્ત પાલન થવા અંગે ભાષણ આપ્યુ હતુ. કડી નજીકની હિટાચી કંપની યુવાનોને 11 માસના કરાર પર જ રાખીને તેમનું શોષણ કરી રહી હોવાનો આક્ષેપ પણ અલ્પેશ ઠાકોરે કર્યો હતો. બહારની કંપનીઓએ સ્થાનિક બેરોજગારોને 85 ટકા રોજગારી આપવી જોઇએ એમ પણ તેણે જણાવ્યું હતું. ગુજરાત લડત સમિતિ દ્વારા મધ્યાહન ભોજન, આંગણવાડી, ફિક્સ પગાર કર્મચારીઓના મુદ્દે આજે મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ન્યાય સભા યોજાશે. આ ન્યાય સભા મહેસાણાથી શરૂઆત થયા બાદ સમગ્ર ગુજરાતમાં યોજાશે.   મહિલા બુટલેગરે અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરતાં વિવાદ વકર્યો

વ્યસનમુક્તિ રેલી માટે બુધવારે કડીમાં અલ્પેશ ઠાકોરને સ્થાનિક મહિલા બુટલેગર શકરીબેન   ઠાકોરે ફુલહાર પહેરાવીને સ્વાગત કરતા મામલો વિવાદિત બન્યો હતો.  કડીમાં વ્યસનમુક્તિ રેલી માટે આવેલા ઓબીસી મંચના અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેનાના સ્થાનિક અગ્રણીઓએ શાબ્દિક સન્માન કર્યુ હતુ. સભાસ્થળથી નજીકમાં જ દેશી દારૂનો અડ્ડો ચલાવતી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ જેના પર એકથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે તે શકરીબેને અલ્પેશ ઠાકોરને  ફુલહાર કર્યા હતા. મહિલા બુટલેગરના હસ્તે સન્માન પછી અલ્પેશ ઠાકોરે દારૂબંધીના  કાયદાનું ચૂસ્ત પાલન થવા અંગે ભાષણ આપ્યુ હતુ. કડી નજીકની હિટાચી કંપની યુવાનોને 11 માસના કરાર પર જ રાખીને તેમનું શોષણ કરી રહી હોવાનો આક્ષેપ પણ અલ્પેશ ઠાકોરે કર્યો હતો. બહારની કંપનીઓએ સ્થાનિક બેરોજગારોને 85 ટકા રોજગારી આપવી જોઇએ એમ પણ તેણે જણાવ્યું હતું. ગુજરાત લડત સમિતિ દ્વારા મધ્યાહન ભોજન, આંગણવાડી, ફિક્સ પગાર કર્મચારીઓના મુદ્દે આજે મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ન્યાય સભા યોજાશે. આ ન્યાય સભા મહેસાણાથી શરૂઆત થયા બાદ સમગ્ર ગુજરાતમાં યોજાશે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કાર પર હૂમલો,