Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીટીસી અને બીએડ કરેલા એક લાખથી પણ વધુ લોકો નોકરીની રાહ જોઈ રહ્યાં છે.

પીટીસી અને બીએડ કરેલા એક લાખથી પણ વધુ લોકો નોકરીની રાહ જોઈ રહ્યાં છે.
, સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (11:52 IST)
રાજ્યમાં 12 હજાર કરતાં વધુ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે વર્ષ 2015માં ટેટ-1 પાસ કરી ચુકેલા 15,441 ઉમેદવારો હાલ વિદ્યાસહાયક તરીકેની નોકરીની રાહ જોઇ રહ્યા છે, છતાં હજુ સુધી ભરતી માટે કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યમાં પીટીસી-બી.એડ થયેલા ઉમેદવારોની ભરતી જ ન કરવાના કારણે હાલ પીટીસી થયેલા 1 લાખ 70 હજારથી વધારે ઉમેદવારો શિક્ષક બનવાની રાહ જોઇ રહ્યા છે. આ ઉમેદવારોને પીટીસી થયા પછી પણ નોકરી ન મળતી હોવાથી છેલ્લા કેટલાય સમયથી પીટીસીની બેઠકો પણ ખાલી પડવા લાગી છે.

ધો.1થી 5માં પીટીસી પદવીધારકો કે જેઓએ દોઢ વર્ષથી ટેટ-1 પાસ કરી છે તેમની તાકીદે ભરતી કરવી જોઇએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સહિતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી મેળવવા ઇચ્છતાં ઉમેદવારો પાસેથી છ વર્ષમાં ફોર્મ ફી પેટે 50 કરોડથી વધારે રકમ ઉઘરાવી લીધી છે. આઠ મહાનગરો દ્વારા સંચાલિત શાળાઓમાં મોટાપાયે શિક્ષકોની ઘટ હોવા છતાં છેલ્લા સાત વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. પ્રવેશોત્સવ અને ગુણોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરનારી ભાજપ સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં કાયમી શિક્ષકોની ભરતી કેમ કરવામાં આવતી નથી ? તેવો પ્રશ્ન કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ ઉઠાવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદારો આયોજીત શહીદોને શ્રંદ્ધાજલિ કાર્યક્રમનો ફિયાસ્કો, અંદરો અંદર લડાઈ થઈ