Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્ની પીડિત પુરૂષોને જીગોલો બનવાનું લાયસન્સ આપવા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ

પત્ની પીડિત પુરૂષોને જીગોલો બનવાનું લાયસન્સ આપવા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (12:24 IST)
પત્ની પિડીત પતિઓ હવે જાહેરમાં આવીને હલ્લાબોલ કરવા માંડ્યાં છે. ત્યારે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંસ્થાના ચીફ દશરથ દેવડાએ પોતાના સભ્યોને જીગોલો બનાવાનું લાયસન્સ અપાવવા માટે કલેક્ટર સમક્ષ માંગ કરી છે. દશરથ દેવડાએ 'પુરૂષ અને સ્ત્રી બંનેને સેક્સની ભૂખ હોય જ છે' વાતનો ઉલ્લેખ કરીને 'પુરૂષ સેક્સ વર્કર્સ' તરીકેનું લાયસન્સ મેળવવા અરજી કરીએ છીએ. અમારી સંસ્થાના સભ્યોને જીગોલો (Gigolo) એટલે કે 'પુરૂષ સેક્સ વર્કર' તરીકે કાર્ય કરવા જરૂરી લાયસન્સ આપવામાં આવે. દશરથ દેવડાની અરજીને સમર્થન આપવા માટે આજે બપોરે દોઢ વાગ્યે દશરથ દેવડાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં પત્ની પીડિત પતિઓ એકઠા થશે. પોતાની અરજી અંગે વાત કરતા દેવડાએ કહ્યું હતું કે, પત્નીઓ છાશવારે પતિ નપૂસંક હોવાના આક્ષેપો કરીને તેમના પર ખોટા કેસ કરે છે. જેને પગલે અમે હવે જીગોલો બનાવા માટે અરજી કરી છે.  અમદાવાદમાં ચાલતા પત્ની પીડિત પુરૂષ સંઘની સંખ્યા એક બે નહી પરંતુ 53 હજારને આંબી ગઇ છે. આ સંસ્થામાં સામાન્યથી લઈને એનઆરઆઇ , ડોક્ટર, આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે પત્નીઓ દ્વારા પતિ સામે ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે આ સંસ્થામાં લોકો પોતાની પત્ની ,સાસરીયા અને ટીવી સિરીયલથી પરેશાન થઇને આવે છે. સંસ્થાના સંચાલક દશરથ દેવડાના જણવ્યા અનુસાર અમરા ત્યાં દુઃખી પતિઓ આવે છે જેઓને સામાન્ય સમસ્યામાં જીવન જીવવું દોજખ બની જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન, વિસાવદરમાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ