Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગતીશિલ ગુજરાતના અચ્છે દિન- સ્વજનના જનાજાને કેડસમા પાણી વીંધી પરિવારજનો સ્મશાને પહોંચ્યાં

ગતીશિલ ગુજરાતના અચ્છે દિન- સ્વજનના જનાજાને કેડસમા પાણી વીંધી પરિવારજનો સ્મશાને પહોંચ્યાં
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (12:20 IST)
ગતીશિલ ગુજરાત અને અચ્છે દિનની વાતો વચ્ચે ગુજરાતની કપરી પરિસ્થિતિના દર્શન હવે થવા માંડ્યાં છે. નેતાઓના વાણીવિલાસ માત્ર માઈકો પર અને કાગળો પર રહી ગયાં છે. ત્યારે એક એવી ઘટના બની છે જેમાં ગુજરાતને શરમ અનુભવવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા તાલુકાના મોદરસુંબા ગામના પાદરેથી પસાર થતી માજુમ નદી ઉપર જરુરી પુલના અભાવે શાળાએ જતા ભુલકાઓને પાણીમાં પસાર થવાનો વારો તો આવે છે પરંતુ મૃતદેહને પણ કેડસમા પાણી વીંધી અંતીમધામે પહોંચાડવાનો વારો આવતો હોઇ મોતનો મલાજો પણ જળવાતો નથી. ગ્રામજનો ત્રસ્ત છે. ત્યારે મસ્ત બની રહેલા તંત્ર અને તેના અધીકારીઓ સામે ચારેકોર રોષની લાગણી પ્રસરી છે. ગત સોમવારના રોજ મોદરસુંબા ગામે પુંજાભાઇ નાથાભાઇ પરમારનાઓનું અવસાન થયું. સ્વજનના અવસાનના દુ:ખ સાથે પરીવારજનોમાં મૃતકને અંતીમધામ સુધી પહોંચાડવાનો ફફડાટ વધુ પ્રસર્યો હતો. ગામના પાદરેથી પસાર થતી માજુમ નદીને પેલીપાર આવેલા સ્મશાન સુધી પહોંચવાનો વિકટ માર્ગ વેતરણી પાર કરવાના માર્ગથી પણ વધુ કઠીન હોવાનું જાણતા પરીવારજનોને મજબૂરી વશ નદીમાં વહેતા ભારે પાણી વીંધી સ્વર્ગસ્થને અંતીમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. તાલુકાના મોદરસુંબા, જુના મોદરસુ઼બા, નહેરૂકંપા અને વડલી ગામને મોડાસા સાથે જોડતા માર્ગ વચ્ચે પસાર થતી માજુમ નદી ઉપર જરુરી પુલના અભાવે વર્ષોથી હાલાકી ભોગવતા ચાર ગામના પ્રજાજનોની વારંવારની માંગ છતાં તંત્ર પાયાની જરૂરીયાત પણ પુરી નહી પાડી શકતાં પંથકમાં ભારે રોષ વ્યાપ્યો હતો. અને ગતીશીલ ગુજરાત ના બણગા ફૂંકતી રાજય સરકારના નઘરોળ તંત્ર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આદોલન છેડવા પંથકના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીના મંત્રી ગડકરી બોલ્યા - 'અચ્છે દિન' ક્યારેય નથી આવતા, આ ગળાનુ હાડકું બની ગયુ છે