Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ માટે સરકારે કેસની વિગતો મંગાવી

અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ માટે સરકારે કેસની વિગતો મંગાવી
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (11:46 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રીનો ગીરની જમીનને લઈને પ્રકાશમાં આવેલો ભ્રષ્ટાચાર સૌથી વઘુ ચર્ચિત રહ્યો હતો. હવ આ કેસની વધુ વિગતોની તપાસ માટે સરકારે અનાર પટેલના બિઝનેસ પાર્ટનરને ગીરમાં સસ્તા ભાવે જમીન ફાળવવાના કેસની વિગતો નવી સરકારે મગાવી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલા હાના હાના કરતાં આખરે કહી દીધું હતું કે,  સરકારે આ કેસની વિગતો મંગાવી છે. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હોવાનો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અગાઉ આક્ષેપ કર્યો હતો. તેમના કહ્યા પ્રમાણે 400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી છે. રાજય સરકાર દ્વારા વાઇલ્ડ વુડ રીસોર્ટ બનાવવા માટે આ જમીન ફાળવવામાં આવી હતી. અનાર પટેલના ભાગીદાર તરીકે દક્ષેશ શાહ હોવાનું પણ બહાર આવ્યું હતું. રાજય સરકાર દ્વારા ફાળવાયેલી જમીન પાણીના ભાવે અપાઇ હોવાની ફરિયાદ ઉઠતા ગુજરાત સરકારે સમગ્ર ફાળવણીની તપાસ હાથ ધરવાનું નક્કી કર્યુ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખની ફરી લૉસ એંજેલિસ પર ધરપકડ કરવામાં આવી, ધરપકડએ માફી માંગી