Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અડવાણીએ દત્તક લીધેલા આ ગામમાં નથી કોઈ બેન્ક કે પોસ્ટ ઓફિસ, લોકોને હાલાંકી

અડવાણીએ દત્તક લીધેલા આ ગામમાં નથી કોઈ બેન્ક કે પોસ્ટ ઓફિસ, લોકોને હાલાંકી
, શનિવાર, 12 નવેમ્બર 2016 (16:10 IST)
એક તરફ કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકીને  સામાન્ય લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. જૂની નોટો બદલવા માટે લોકો બેન્ક અને પોસ્ટ ઓફિસે જવા મજબૂર છે. જો કે ગુજરાતમાં અમુક ગામડાઓમાં ન તો પોસ્ટ ઓફિસ છે ન તો બેન્કો. જેમાં સાસંદ લાલકૃષ્ણ અડવાણીએ દત્તક લીધેલા બકરાણા ગામનો પણ સમાવેશ થાય છે. વાત કરીએ બકરાણા ગામની તો આ ગામમાં કોઈ પોસ્ટ ઓફિસ કે બેન્કો નથી. પોસ્ટના નામે અહીં માત્ર ચીલા ચાલુ પોસ્ટ ઓફિસ ચાલી રહી છે. જેમાં ન તો કોઈ કોમ્પ્યૂટર છે કે ન તો કોઈ લેવડ દેવડના પુરાતા દસ્તાવેજો અને સાધનો. અહીં માત્ર સેવિંગ ખાતા ખોલવા માટે જૂના સ્ટેમ્પ દસ્તાવેદનો ઉપયોગ થાય છે. આજે કેટલાક મજૂરો અને ગામના લોકો અહીં પૈસા બદલવા માટે આવ્યા હતા. પરંતુ પોસ્ટમાં પૈસા ન હોવાના કારણે વીલા મોઢે પરત ફર્યા હતા.  અહીંના ગ્રામજનોને 500 અને 1000ની નોટો બદલવા માટે સાણંદ અને વિરોચન નગર સુધી ધક્કા ખાવા પડે છે. જે ગામથી 20 કિ.મી દૂર આવેલું છે. 500 રૂપિયાની નોટ બદલવા માટે 90થી 100 રૂપિયાનું ભાડું ખર્ચ કરીને અને એક દિવસનું મજૂરી કામ બંધ રાખીને ખોટ વેઠવાનો દિવસ આવ્યો છે. હાલતો લોકોની એક જ માંગ છે. સાંસદે ગામને મોટા ઉપાડે દત્તક તો લીધું પુરંતુ આ ગામમાં નથી પુરતી વ્યવસ્થા કે નથી પુરતી સગવડ. જેને લઈને લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live - નાણાકીય મંત્રી જેટલી બોલ્યા, ATM માંથી હાલ 100 રૂપિયાના નોટ જ નીકળશે