Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાવાગઢના ચાંપાનેરમાં યોજાશે પંચમહોત્સવ, કચ્છના રણઉત્સવની જેમ અહીં પણ ટેન્ટમાં રહેવાની મજા

પાવાગઢના ચાંપાનેરમાં યોજાશે પંચમહોત્સવ, કચ્છના રણઉત્સવની જેમ અહીં પણ ટેન્ટમાં રહેવાની મજા
, શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:29 IST)
ચાંપાનેર ખાતે આગામી 21થી 25 ડિસેમ્બર દરમિયાન 5 દિવસીય પંચમહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાતા પંચમહોત્સવની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
webdunia

પંચમહોત્સવ અંતર્ગત ટેન્ટ સિટીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. ચાંપાનેર-પાવાગઢના વડા તળાવ નજીક હાલોલ-બોડેલી બાયપાસ રોડ ખાતે આ ટેન્ટ સિટી શરૂ કરવામાં આવી છે.સહેલાણીઓને પાવાગઢ-ચાંપાનેરનું કુદરતી રમણીય સૌંદર્ય માણવા મળે આ સાથે મહાકાલી માના દર્શન અને આસપાસના જોવા લાયક સ્થળોને જાણાવા અને માણવા માટે દર વર્ષે 5 દિવસીય પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે
webdunia

. પંચમહોત્સવ શરૂ થતાં અહીં દૂરદેશાવરથી સહેલાણીઓ પણ ઊમટી પડે છે.પંચમહોત્સવ અંતર્ગત ફુડ બજાર, ક્રાફ્ટ બજાર, અમ્યુઝમેન્ટ પાર્ક, સ્પોર્ટ એડવેન્ચર તેમજ ચાંપાનેર ખાતે આવેલ અને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામેલી  ઐતિહાસીક ઈમારતો પ્રવાસીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ ઉપરાંત પંચમહોત્સવના  વિશેષ આકર્ષમાં વર્લ્ડ હેરીટેઝ વોક, બાઈક રેલી, પાવાગઢ ડુંગર પરિક્રમા, ફોટોગ્રાફી વર્કશોપ, ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
webdunia







Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ દેશમાં બેંક સામે સૌથી વધુ ફરિયાદ મામલે પાંચમા ક્રમે