Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કવોરીના 2000થી વધુ એકમ ઠપ થતાં લાખો કામદારો બેકાર

ગુજરાતમાં કવોરીના 2000થી વધુ એકમ ઠપ થતાં લાખો કામદારો બેકાર
, મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (13:16 IST)
કવોરી સંચાલકો દ્વારા કવોરી અને લીઝના પ્રશ્ન બાબતે 10 વર્ષથી સરકારમાં રજૂઆત કરવા છતાં ઉભેલા પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવવા સાથે દિનપ્રતિદિન મુશ્કેલી વધી છે. આ બાબતની વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કવોરી સંચાલકોની માગણી અને મુશ્કેલી બાબતે કોઈ ધ્યાન અપાતુ નથી. ક્વોરીના પ્રશ્નોનું નિરાકરણ ન લવાતા ગુજરાતના કવોરી એસોસિએશને 10 ડિસેમ્બરની મધરાતથી રાજ્યનો કવોરી ઉદ્યોગ ઠપ કરવાનું એલાન આપતા કવોરીના પ્લાન્ટ બંધ કરી દેવાતા હજારો લોકો બેકાર બનવા સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત બ્લેક સ્ટોન કવોરી ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા રાજ્ય સરકારને કવોરી ઉદ્યોગના પ્રશ્ન બાબતે અગાઉ 23વખત રજૂઆત કરવમાં આવી હતી. આ બાબતો કોઈ નિરાકરણ ન આવતા 10 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતની 1500થી વધુ કવોરી ઠપ કરવાનું નક્કી કરવામાં આવતા શનિવારથી તમામ કવોરીમાં ઉત્પાદન અને વેચાણ બંધ કરી દેતા અનેક મુશ્કેલી ઉભી થઈ છે. કવોરી માલિકોથી મજૂર વર્ગ સુધીના લોકોને મોટી અસર પહોંચતા ગુજરાતના 7 લાખથી વધુ લોકોની રોજીરોટી પર અસર પહોંચવા પામી છે. પ્રથમ દિવસે જ કવોરી ઉદ્યોગ ઠપ થતા મજૂરવર્ગના લોકોથી માંડી ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્યો ટ્રકમાલિકો, ડ્રાઈવર, ક્લીનરો તેમજ હજારો લોકોને અસર થઈ છે. બીજી તરફ કવોરી સંચાલકો પણ સરકાર સામે લડી લેવાના મુડમાં જણાય છે. આવનાર દિવસોમાં કવોરી ઉદ્યોગ ઠપ થવાની અસર સરકારના વિકાસના કરોડો રૂપિયાના કામો ઉપર પડવા સાથે જેના કારણે લાખો લોકોને પણ અસર વર્તાવાના દિવસ આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

150 વર્ષ જુની ગાયકવાડી સમયની ચમચીઓનો સંગ્રહ