Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરતા કાગળો ના હોવાથી સિવિલ હોસ્પિટલે કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરવાનો ઈન્કાર કર્યો

પુરતા કાગળો ના હોવાથી સિવિલ હોસ્પિટલે કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરવાનો ઈન્કાર કર્યો
, સોમવાર, 12 ડિસેમ્બર 2016 (16:43 IST)
બ્લડ કેન્સરથી પીડિત 12 વર્ષની ગાયત્રીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાને એક અઠવાડિયાનો સમય થયો, પણ માતાપિતાના કહેવા પ્રમાણે તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તથા ગાયત્રીના જન્મનું પ્રમાણપત્ર ન હોવાથી હોસ્પિટલમાં કેન્સરની સારવાર શરૂ કરવામાં આવી નથી. રામોલ પીઆઇ પરેશ સોલંકીએ ચાઇલ્ડ લાઇનની મદદ માંગતા ચાઇલ્ડ લાઇને ગાયત્રીના જન્મના પ્રમાણ પત્ર તથા મા અમૃતમ્ યોજના કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. ગાયત્રી વાણીનાથ ચોકમાં ભાડાના મકાનમાં રહેતા પીઓપીનું કામ કરતા ગંગારામ અને અન્યના ઘરનું કામ કરતા સુનિતાદેવીનું ત્રીજું સંતાન છે. ગાયત્રીની તબિયત ખૂબ ખરાબ હોઇ આ દંપતીએ પ્રાઇવેટ ડોક્ટરને બતાવતાં-તેના લોહીના કાઉન્ટ્સ વધી ગયા છે એમ જણાવ્યું હતું. સુનિતાદેવી રામોલના પીઆઇ સોલંકીના ઘરે કામ કરતી હોઇ તેમણે પોતાના ફ્લેટમાં રહેતા ડોક્ટરને ગાયત્રીનો રિપોર્ટ બતાવતા ડોક્ટરે તેને લુકેમિયા હોવાનું જણાવતા પરિવારે 30 નવેમ્બરે સિવિલ હોસ્પિટલમાં ગાયત્રીને દાખલ કરી હતી.જો કે ગાયત્રીનો પરિવાર સારવારનો 3થી 4 લાખનો ખર્ચ ઉપાડી શકે એમ નથી. રામોલ પીઆઇ સોલંકીએ ગાયત્રીની મદદ માટે ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદ માંગતા હેલ્પલાઇનના કિરણ વાઘેલા તથા બિનલબેન તેના જન્મનું પ્રમાણપત્ર તથા મા અમૃતમનું કાર્ડ બનાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. તેમજ ચાઇલ્ડ લાઇને કેન્સર વિભાગના ડાયરેક્ટરને મદદ કરવા પત્ર પણ લખ્યો છે. આ વિશે વાત કરતા ગાયત્રીની માતા સુનિતાદેવીએ જણાવ્યું હતું કે, ‘ગાયત્રી વખતે મને ખૂબ પીડા થતાં તેનો જન્મ ઘરે જ થઇ ગયો હતો. જન્મની નોંધણી કરવી જરૂરી છે એ ખબર નહોતી. અત્યારે તો પીઆઇ સોલંકીએ 10થી 15 હજાર રૂપિયા આપી મદદ કરી છે.’ ગાયત્રીના પિતા ગંગારામે કહ્યું, ‘મારી દીકરી મ્યુનિ. સ્કૂલમાં ધો.3માં અભ્યાસ કરે છે, પણ ત્યાં તેનું ચોપડે નામ નથી લખાયું કેમ કે અમે જન્મનું પ્રમાણપત્ર નહોતું આપ્યું.ચાઈલ્ડ લાઈનના સભ્ય કિરણ વાઘેલાએ કહ્યું, ‘એ છોકરી આંગણવાડીમાં પણ જતી હતી. એટલે તેઓ અમને લખી આપવાના છે તેના આધારે અમે કાર્ડ બનાવવાનો પ્રયાસ કરીશું. સુનિતાદેવીની દીકરીનો રિપોર્ટ મારા ફ્લેટના ડોક્ટરને બતાવતા ડોક્ટરે તેને કેન્સર હોવાનું જણાવ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ઃVVIP માટે હોટલોમાં ૮૫૦ રૃમ બુક કરાયાં