Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભરૂચઃ ટ્રેન પાટા છોડી 600 મીટર દોડી, ડ્રાઈવરે લોકોના જીવ બચાવ્યા

ભરૂચઃ ટ્રેન પાટા છોડી 600 મીટર દોડી, ડ્રાઈવરે લોકોના જીવ બચાવ્યા
, શનિવાર, 3 ડિસેમ્બર 2016 (12:28 IST)
60થી 70 કિમીની ઝડપે દોડી રહેલી મેમુ ટ્રેનની આગળ અચાનક આવી ગયેલા 2 પશુઓનાં કારણે ટ્રેનમાં
સવાર 800 થી વધુ મુસાફરોનાં જીવ જોખમમાં મૂકાઇ ગયા હતા. ડ્રાઇવરે સૂઝબૂઝ સાથે ધીમેધીમે બ્રેક લગાવી સમયસૂચકતા વાપરતા ટ્રેનને સુરક્ષિત રીતે થોભાવી દેતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.સંજાલી પાસે ટ્રેક પર તેની નિયત ઝડપે આગળ વધી રહેલી મેમુ ટ્રેન સામે અચાનક 2 ભેંસ આવી ચઢવાની ઘટનામાં ટ્રેનનાં ડ્રાઇવરે વાપરેલી સમય સૂચકતાથી મોટી હોનારત સર્જાતા ટળી ગઇ હતી. એક ભેંસ ટ્રેક અને ટ્રેનની નીચે ઘુસી જવા સાથે છેક પાંચમાં કોચ સુધી પહોંચી ગઇ હતી. જયાં બન્ને વ્હિલમાં તેનો મૃતદેહ ફસાઇ જતા બન્ને પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન 600 મીટર સુધી ઘસડાયા બાદ ધીમી પડી હતી.ભરૂચથી વિરાર શટલ ટ્રેનને 4.10 કલાકે ઘટના સ્થળે સાઇડ લાઇન પર લઇ જવાઇ હતી. ઘટના સ્થળે વિરાર ટ્રેનને સાઇડિંગમાં ઉભી રાખી ટ્રેનનાં મુસાફરોને 2 કલાક બાદ તેમા શિફટ કરી સુરત લઇ જવાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોરબંદરમાં HDFC બેન્કના ત્રણ કર્મચારીની હકાલપટ્ટી કરાઈ, અમદાવાદની HDFC બેંકોમાં તપાસની જરૂર