Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓન લાઇન ખરીદી વધતાં સ્થાનિક બજારોમાં પણ ડિસ્કાઉન્ટ-ઓફરો

ઓન લાઇન ખરીદી વધતાં સ્થાનિક બજારોમાં પણ ડિસ્કાઉન્ટ-ઓફરો
, શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (13:01 IST)
દિવાળીના પર્વને લઈને તમામ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે હિંમતનગર શહેરમાં સોના-ચાંદીના દાગીના, ફટાકડા, વાહનો, કપડાં, મીઠાઈ-ફરસાણ, ઈલેક્ટ્રોનિક્સ વગેરે ચીજોની કરોડોની ખરીદી થવાની સંભાવના જોવાઈ રહી છે. હિન્દુ ધર્મમાં મહત્ત્વના ગણાતા દિવાળીના પર્વની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ઓનલાઈન શોપિંગમાં મળતી વિવિધ ઓફરો અને ડિસ્કાઉન્ટની સામે સ્થાનિક બજારમાં પણ વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા ડિસ્કાઉન્ટ, ગીફ્ટ, ઈન્સ્ટોલમેન્ટ જેવી વિવિધ ઓફરો મૂકી છે. નવાં કપડાં, કટલરી, વાહનો, ટીવી, ફ્રીજ કે મોબાઈલ જેવી ઈલેક્ટ્રોનિક્સ ચીજો, ફટાકડા સહિતની ખરીદી બજારમાં શરૂ થઈ ગઈ છે. રવિપૂષ્ય નક્ષત્ર બાદ આજે ધનતેરસે પણ સોના-ચાંદીના ઘરેણાં સહિતની ખરીદી વધુ થશે. વાહનોમાં ફ્રી વીમો, ભારે ડિસ્કાઉન્ટ, ફ્રી એસેસરીઝ, 5 કે 10 લિટર પેટ્રોલ ફ્રી, ઈનામી ડ્રો જેવી વિવિધ સ્કીમ કંપની કે ડિલરો દ્વારા રાખવામાં આવી છે. ગ્રાહકો પણ આ સમયે ખરીદી કરીને સ્કીમનો લાભ લેવાનું પસંદ કરે છે. ઓનલાઈન ખરીદીમાં પણ ભારે ડિસ્કાઉન્ટ ઉપરાંત વિવિધ બેન્કના ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ખરીદી સાથે ખાસ ડિસ્કાઉન્ટ મળતાં ગ્રાહકોને ફાયદો દેખાય છે. શહેરમાંથી કરોડ જેટલી ઓનલાઈન ખરીદી થવાની સંભાવના પણ જોવાઈ રહી છે. ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની ચીજોમાં ઓનલાઈન શોપિંગની સામે સ્થાનિક વેપારીઓ, મોલમાં પણ ફ્રી ગીફ્ટ, ડિસ્કાઉન્ટ ઉપરાંત વ્યાજ વગરના ઈન્સ્ટોલમેન્ટથી નાણાં ચૂકવવા જેવી સ્કીમો મૂકવામાં આવી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિંમતનગરમાં સગર્ભા મહિલાઓની ચકાસણીના ફોર્મમાં ભૂલો રહેતા 4 ગાયનેકને નોટિસ