Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાહેરનામું પ્રસિધ્ધ: ચુંટણીના ફોર્મ ભરવાનું શરૂ

જાહેરનામું પ્રસિધ્ધ: ચુંટણીના ફોર્મ ભરવાનું શરૂ
, મંગળવાર, 3 નવેમ્બર 2015 (13:14 IST)
રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાઓની ચૂંટણીનું એલાન ગત તા.૨૩ ઓકટોબરના રોજ કરાયા બાદ આજે રાય ચૂંટણીપચં દ્રારા તે અંગેની વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. રાય ચૂંટણીપંચે પ્રસિધ્ધ કરેલા જાહેરનામાની સાથોસાથ આજથી ઉમેદવારીપત્રો આપવાનું અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે.
 
રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠક સહિત સમગ્ર રાયની ૬ મહાપાલિકાઓની ૫૭૨ બેઠક માટે યોજાનારી આ ચૂંટણીમાં ૫૧,૧૦,૭૧૩ પુરૂષ અને ૪૪,૭૯,૮૩૯ ક્રી મતદારો મળી કુલ ૯૫ લાખથી વધુ મતદારો છે. ૧૨,૬૧૬ મતદાન મથકો નકકી કરાયા છે અને અંદાજે ૬૨ હજાર જેટલા કર્મચારીઓ ચૂંટણી સંબંધીત કામગીરીમાં ફરજ પર રહેશે.
 
ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિધ્ધ થવાની સાથે જ ઉમેદવારીપત્રો આપવાની અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જો કે, આજે પ્રથમ દિવસે તેમાં ટાઢોડુ રહ્યું છે. ભાજપ–કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ ગરમાવો આવશે તેમ માનવામાં આવે છે. તા.૭ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. આમ, ઉમેદવારોના નામોની જાહેરાત અને ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા વચ્ચે ટૂંકો સમયગાળો હોવાથી ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે ભારે દોડધામભરી સ્થિતિ સર્જાશે. તા.૯ના રોજ ફોર્મની ચકાસણી કરાશે અને તા.૧૦ નવેમ્બરે ફોર્મ પાછા ખેંચી શકાશે.
 
રાય ચૂંટણીપંચે અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ મહાનગરપાલિકાઓની ચૂંટણી તા.૨૨ નવેમ્બરે યોજાશે અને તા.૨૬ નવેમ્બરના મત ગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, છેલ્લી ઘડીએ મત ગણતરીનો કાર્યક્રમ બદલાયો છે. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ ચૂંટણીપંચે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મત ગણતરીની તા.૨ ડિસેમ્બર જાહેર કરી છે

Share this Story:

Follow Webdunia gujarati