ભારતીય રીઝર્વ બેન્કે 500 અને 2000 રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટ છાપીને ઈસ્યૂ કર્યા બાદ હવે 50 અને 20 રૂપિયાની નવી નોટ માર્કેટમાં મૂકશે.
આરબીઆઈની વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર 50 રૂપિયાની નોટ 2005ની મહાત્મા ગાંધી સિરીઝમાં છાપવામાં આવશે. 50 રૂપિયાની આ નવી નોટમાં બંને નંબર પેનલમાં ઈનસેટ લેટર હશે નહી. આરબીઆઈના જણાવ્યા અનુસાર 20 અને 50 રૂપિયાની નવી નોટ બહાર પાડ્યા પછી પણ જૂની નોટો ચલણમાં શરૂ રહેશે. બજારમાં નાની કરન્સી નોટની ઉપલબ્ધતા વધારવા માટે રીઝર્વ બેન્કે આ નિર્ણય લીધો છે.