Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધીને પગલે મજૂરોની અછત સર્જાઇ

નોટબંધીને પગલે  મજૂરોની અછત સર્જાઇ
, સોમવાર, 21 નવેમ્બર 2016 (14:58 IST)
નોટબંધીને પગલે નાના મોટા તમામ વ્યવસાયો પર અસર પડી છે. બાંધકામ ક્ષેત્રથી માંડીને ખેતરોમાં કામ કરતાં મજૂરો છુટા નાણાંની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં કડિયાનાકાં ય હવે તો સૂના બન્યાં છે. ખુદ મજૂરો ય હવે નાણાં મેળવવા અથવા તો બદલાવવાની કડાકૂટમાં પડયાં છે જેથી મજૂરોની ય અછત વર્તાઇ રહી છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલાં કડિયાનાકાઓ પર મજૂરોની ભારે ભીડ જોવા મળતી હતી . નોટબંધીને લીધે હવે આ કડિયાનાકા સુના નજરે પડી રહ્યાં છે. પંચમહાલ,રાજ્સ્થાન, મધ્યપ્રદેશથી આવેલાં મજૂરો પોતાની પરસેવાની કમાણીમાંના રૃા.૫૦૦-૧૦૦૦ની નોટોને બદલાવવાની ઝંઝટમાં પડયાં છે.મજૂરોની કઠણાઇ એછે કે, તેમની પાસે બેન્ક એકાઉન્ટ પણ નથી. જેની પાસે છે તેમણે ગામડાની વાટ પકડી છે. ઘણાં એજન્ટોએ આ તકનો લાભ લઇને મજૂરો પાસેથી ૫૦૦ની નોટ રૃા.૪૫૦માં લેવા માંડી છે. ઘણાં મજૂરો તો બિલ્ડરો,કોન્ટ્રાકટરોના નાણાં લઇને મજૂરી છોડીને બેંક-એટીએમની લાઇનોમાં ઉભા રહી ગયા છે. મજૂરી વિના દાનગી મળી રહી છે. આ કારણોસર પણ મજૂરોની અછથ સર્જાઇ છે. કડિયા, પલ્મબર સહિતના કામ કરતાં કામદારોએ પણ તકનો લાભ લઇને નાણાં મેળવી રહ્યાં છે.મકાનમાં નાના કામોમાં ય મજૂરો રૃા.૫૦૦ લેવા માંડયા છે. કોન્ટ્રાકટરો માટે પણ મૂંઝવણ એ ઉભી થઇ છેકે, રોજ રોજ મજૂરોને આપવા ૧૦૦-૧૦૦ની નોટો કયાંથી લાવવી. નોટોના બબાલને લીધે ઘણાં મજૂરોએ વતનની વાટ પકડી લીધી છે. ગામડાઓમાં પણ શહેરોની જેવી દશા છે.ખેતરોમાં હવે વાવેતર શરૃ થવાની તૈયારીમાં છે ત્યારે મજૂરોની અછત સર્જાઇ છે. હવે ખેતમાલિકો પણ મૂંઝવણ અનુભવી રહ્યાં છે. બિયારણ,ખાતર લાવવા માટે છુટા નાણાંની મૂશ્કેલી વેઠી રહેલાં ખેડૂતો માટે હવે નવી મુસીબત ઉભી થઇ છે. આમ, બાંધકામ ક્ષેત્રથી માંડીને ખેતરોમાં મજૂરો જ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનની મરીન એજન્સીએ ૬૦ ખલાસીનાં અપહરણ