Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માઉન્ટ આબુ અને સાપુતારાને પણ ટક્કર મારશે આ 'ડોન' હિલ સ્ટેશન

માઉન્ટ આબુ અને સાપુતારાને પણ ટક્કર મારશે આ 'ડોન' હિલ સ્ટેશન
, શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:48 IST)
આમ તો પર્યટન સ્થળોમાં હિલ સ્ટેશન સૌથી લોકપ્રિય ગણાય છે, જેનું કારણ ઊંચા પર્વત પર હવામાન મોટા ભાગે ખુશનુમા રહેવાનું છે. ગુજરાતમાં સાપુતારા અને ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું આબુ લોકપ્રિય છે પરંતુ હવે આ હિલ સ્ટેશનોને ટક્કર આપશે 'ડોન' નામનું ગામ. ડોન ગામ આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું છે. ડોન ગામ સહ્યાદ્રિ પર્વતની ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને જરૂર જવું જોઈએ. આ વિશે ગામના લોકો કહે છે કે, અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરુ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા વનવાસ ભોગવતાં હતા ત્યારે અહીં આવ્યાં હતાં. જો કે તેઓ ત્યાં ઘણા દિવસો રહ્યાં હતાં. દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઈને ડોન તરીકે ઓળખાવા લાગી છે. ઝરણાં જ્યાં પર્વતની કિનારથી નીચે સ્વયંભૂ શિવ રૂપે પૂજાતા લિંગ પર અભિષેક કરે છે તો શ્રદ્ધાળુ લોકો આપોઆપ નમન કરી લે છે. ખુલ્લા શિવ મંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. દોઢેક વર્ષથી અહીં સહેલાણીઓ માટેની સગવડ પણ વિકાસ પામી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીના જન્મ દિવસે આંદોલન કર્તાઓ સક્રિય, પોલીસની ચાતક નજર, કેટલાકની પહેલેથી જ અટકાયત