Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

અમદાવાદના વેપારીઓમાં સ્વાઈપ મશીનની માંગ વધી

સ્વાઈપ મશીન
, શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (11:55 IST)
સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને કારણે કેશની ઝંઝટથી પરેશાન નાના-મોટા અનેક વેપારીઓમાં કાર્ડ સ્વાઇપ મશીનની માગ વધી છે. શહેરમાં ૧૬૦૦થી વધારે જગ્યાએ નવા પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીન લાગી ચૂકયાં છે અને બેન્કમાં પીઓએસ મશીન વિશે ઇન્કવાયરી થઇ રહી છે. શહેરના નાના દુકાનદારો પણ સ્વાઇપ મશીન અને ઇ-વોલેટ તરફ વળી રહ્યા છે.કેશની અછત વચ્ચે વેપારીઓ પીઓએસ સ્વાઇપ મશીન લાગવા માટે ઈન્કવાયરી કરવા લાગ્યા છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એસબીઆઇની મેઇન બ્રાન્ચના આસિ. જનરલ મેનજર રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “શહેરમાંથી દરરોજ રપ૦થી ૪૦૦ જેટલી સ્વાઇપ મશીન અંગે ઇન્ક્વાયરી આવી રહી છે. અમે ગત મહિના સુધી ૧૬૦૦થી વધારે પીઓએસ મશીન આપ્યાં છે. શહેરના રિક્ષા એસોસિયેશનના લોકો પણ પીઓએસ મશીનની ઇન્કવાયરી માટે આવ્યા હતા. રિક્ષા ચાલકોને પણ નોટબંધી પછી આવકમાં ઘટાડો થયો છે જેને લઈને રિક્ષામાં પીઓએસ મશીન લાગવા માગ થઇ હતી. શહેરમાં રિક્ષાઓની સંખ્યા વધારે હોવાના કારણે ૩૦૦થી જેટલી રિક્ષામાં પીઓએસ મશીન લાગવાની વાત અમે કરી છે, પરંતુ હજુ સુધી કોઇ અેગ્રિમેન્ટ થયું નથી. જો તેઓ કહેશે તો પીએસઓ મશીન લગાવી આપવામાં આવશે. પીઓએસ મશીનનો બને એટલો વધુ ઉપયોગ થાય તો કાળાં બજાર, નકલી નોટ, ચોરી તેમજ લૂંટ જેવી ઘટનામાં ઘટાડો થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક જ વ્યક્તિએ જાહેર કરેલા બ્લેક મનીમાં 13860 કરોડ રૂપિયા આખરે કોના ? આવકવેરા વિભાગ પણ મૂંઝવણમાં