Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ઠંડી શરૂ, સૌથી વધુ ઠંડી ગાંઘીનગરમાં, તાપમાન ૧૩.પ નોંધાયું

ગુજરાતમાં ઠંડી શરૂ, સૌથી વધુ ઠંડી ગાંઘીનગરમાં, તાપમાન ૧૩.પ નોંધાયું
, મંગળવાર, 8 નવેમ્બર 2016 (14:49 IST)
રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે અને મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડકની અસર જળવાઇ રહે છે. સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો સામાન્‍યથી થોડો ઉંચે ચડી  જાય છે જયારે સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગે છે. ગઇકાલ સાંજથી મોડી રાત્રી સુધી ગરમીની અસર રહયા બાદ રાત્રીથી વહેલી સવાર સુધી ઠંડકનો અહેસાસ થયો હતો જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયુ હતું. પવનની દિશા બદલાઇને ઉત્તરથી ઉત્તર - પૂર્વીય પવનો શરૂ થવાની સાથે વાતાવરણમાં ભેજનાં પ્રમાણમાં ઘટાડો થતાં મહત્તમ તાપમાન વધ્‍યું છે, જેથી રાજકોટ સહિત રાજયના મોટાભાગનાં શહેરોમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડકને કારણે લોકો ડબલ સીઝનનો અનુભવ કરી રહ્યા છે. જો કે, આગામી ત્રણ દિવસો પછી રાજયમાં ઠંડીનું જોર વધવાની શકયતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, પવનની દિશા બદલાતા શહેરમાં ઠંડા પવનોનું જોર ઘટતાં ભેજનાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી નોંધાયું હતું. જેને પગલે શહેરમાં  લોકોએ વહેલી સવાર અને સાંજે ઠંડક તેમજ  બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો.આજે કચ્‍છના નલીયામાં તથા ડીસામાં ૧પ.૬ ડીગ્રી, અમદાવાદ ૧૪.૬, વડોદરા ૧૬.૦, ગાંધીનગર ૧૩.ર ડીગ્રી, સુરત ૧૭.૦, રાજકોટ ૧૭.૮ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે. કચ્‍છના નલીયામાં પણ મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. અને સાંજથી સવાર સુધી ઠંડીની અને ત્‍યારબાદ ગરમીની અસર અનુભવાય છે. નલીયાનું  આજનું લઘુતમ તાપમાન ૧પ.૬ ડીગ્રી રહ્યું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્પલાઈને જિંદગી બચાવી ઉપરાંત પૈસા પણ પાછા અપાવ્યા