Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં વધી રહેલો રોગચાળો, 10 દિવસમાં મલેરિયાના 790 કેસ, ચિકનગુનિયાના પાંચ કેસ નોંધાયા

અમદાવાદમાં વધી રહેલો રોગચાળો, 10 દિવસમાં મલેરિયાના 790 કેસ, ચિકનગુનિયાના પાંચ કેસ નોંધાયા
, મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (17:27 IST)
સમગ્ર શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીના ખાટલા જોવા મળે છે. પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મેલેરિયા પર નિયંત્રણ માટે હેલ્થ વિભાગ દ્વારા ઘરથી ઘરનો સર્વે શરૂ કરાયો છે, પરંતુ ચિકનગુનિયાએ પણ માથું ઊંચક્યું છે.

વટવામાં ચિકનગુનિયાએ આતંક મચ્યો હોઇ એક જ સોસાયટીમાં ચિકનગુનિયાના પાંચ-પાંચ કેસ મળી આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. હેલ્થ વિભાગ દ્વારા ગત શુક્રવારે શહેરભરમાં મચ્છર નાબૂદી દિવસ ઊજવાયો હતો. તે દિવસે શહેરના ૧,૩૩,પ૩૩ ઘરની અને ૩,૧૮,૬૧૮ કન્ટેનરની ચકાસણી કરાઇને મચ્છરના પોરાનો નાશ કરાયો હોવાની પણ તંત્ર દ્વારા જાહેરાત કરાઇ છે, જોકે મચ્છરોના ઉત્પાતથી નાગરિકો પરેશાન છે. અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. કોર્પોરેશનના ચોપડે તો ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયો છે, પરંતુ વટવામાં ચિકનગુનિયાએ રીતસરનો આતંક ફેલાવી દીધો છે.
 વટવાની જય સોમનાથ સોસાયટીમાં ચિકનગુનિયાના પાંચ કેસ મળી આવ્યા છે. વટવામાં ચિકનગુનિયાના વધતા કેસથી સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આના પગલે હેલ્થ વિભાગના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે.

અમદાવાદમાં 10 દિવસમાં મલેરિયાના 790 કેસ નોંધાયા છે. ઝેરી મલેરિયાના 68, ડેન્‍ગ્‍યૂના 16 તેમજ ચીકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. તો 3 હજાર 576 જગ્યાએ મચ્‍છરોનાં ઉત્પત્તિ સ્થાન મળી આવ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાઈ રહ્યા છે. મનપાનો દાવો છે કે મચ્છરજન્ય રોગોને ડામવા માટે શહેરમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્થિતિ જોતાં લાગે છે કે માત્ર દવાના છંટકાવથી કામ નહીં ચાલે. આ સિવાયના વિકલ્પો ઉપર પણ પાલિકાએ તાત્કાલિક વિચાર કરીને વધતા જતા રોગચાળાને રોકવા માટેની કોશિશ કરવી પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીવી શોના લેખક અર્પિત વાગેરિયાના નવા પુસ્તકો