Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તર ગુજરાતમાં ભાજપનો લીટમસ ટેસ્ટ - ૧૫૨૬ ગ્રામ પંચાયતની ડિસેમ્બરમાં ચૂંટણી થશે

ઉત્તર ગુજરાતમાં ભાજપનો લીટમસ ટેસ્ટ - ૧૫૨૬ ગ્રામ પંચાયતની ડિસેમ્બરમાં ચૂંટણી થશે
, ગુરુવાર, 24 નવેમ્બર 2016 (14:16 IST)
ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં ૧૫૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બર મધ્યમાં યોજાશે. જેને લઈને ચૂંટણીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એકાદ સપ્તાહમાં વિધિવત્ જાહેરનામુ બહાર પડતાં જ વિકાસના કાર્યો પર બ્રેક વાગી જશે અને ચૂંટણી લડવા થનગનતા મુરતિયા મેદાનમાં ઉતરશે. કડકડતી ઠંડીમાં પંચાયતોની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળશે અને ઉમેદવારો પરસેવો પાડશે.ટૂંક સમયમાં જ ઉત્તર ગુજરાતની ૧૫૨૬ જેટલી પંચાયતોનું જાહેરનામું બહાર પડતાં જ ચૂંટણીનાં બ્યૂગલ વાગશે અને ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારો મેદાનમાં કૂદી પડશે. બનાસકાંઠાની સૌથી વધુ ૬૯૯ પંચાયતમાં ચૂંટણી યોજાશે. સાબરકાંઠામાં ૨૮૩, અરવલ્લીમાં ૨૦૪, પાટણમાં ૧૮૭, મહેસાણામાં ૧૫૩ પંચાયતો માટે ચૂંટણી યોજાનાર છે. વહીવટીતંત્ર તરફથી ચૂંટણીને લગતી તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. સાબરકાંઠામાં કુલ૪૩૫ ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાંથી ૨૯૬માં ચૂંટણી યોજાશે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ૩૧૯ ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાંથી ૨૦૪ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. કુલ ૭૫૪માંથી ૫૦૦ ગ્રામપંચાયતોની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટ બની રહેશે.પંચાયતોની બેઠકો નક્કી થવાની સાથે જ અત્યારથી ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૃ થઈ ચૂકયું છ અને આગામી દિવસોમાં ચૂંટણીઓનો જબરજસ્ત માહોલ ઉભો થશે.સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં રાજકીય કૌવત બતાવી દેવા ઉમેદવારો કોઈ કસર બાકી રાખશે નહીં. કોઈ રાજકીય હિસાબ સરભર કરશે તો કોઈ શતરંજની ચાલ રમશે. ગમે તે કરી વિજયી બનવા માટે નામ, શામ, દંડની નીતિ અજમાવશે. આવનારો ડિસેમ્બર મહિનો ચૂંટણીઓને લઈ રસપ્રદ બની રહેશે. કાતિલ ઠંડીમાં ઉમેદવારો પ્રચારમાં પરસેવો પાડશે. જોકે આ વખતે નોટો બંધ થતાં રોકડ વ્યવહારો પર બ્રેક વાગી જશે. ગ્રામ્ય વિસ્તારમાં આમ તો પૈસાની બોલબાલા હોય છે અને કતલની રાતે ઉમેદવારો નાણાંની કોથળી ખુલ્લી મુકી દેતા હોય છે. પરંતુ નોટબંધીએ આવા ઉમેદવારોની મુશ્કેલી વધારી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી વચ્ચે ચૂંટણી ચકરાવો -મહેસાણા જીલ્લામાં કોંગ્રેસમાં 250 લોકોએ ટિકિટની કરી માંગ