Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની આર્ટ ગેલેરીમાં 10 કરોડના ચિત્રોનું પ્રદર્શન, ચિત્રોના વેચાણના અડધી રકમ શહિદોના પરિવારોને અપાશે

સુરતની આર્ટ ગેલેરીમાં 10 કરોડના ચિત્રોનું પ્રદર્શન, ચિત્રોના વેચાણના અડધી રકમ શહિદોના પરિવારોને અપાશે
, શનિવાર, 1 ઑક્ટોબર 2016 (12:31 IST)
સુરત શહેરની આર્ટ ગેલેરીમાં ઇન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશન યોજાયું છે. આ એકઝિબિશનમાં દુધાત ગેલેરી દ્રારા તૈયાર કરાયેલી અનેક કિંમતી સ્ક્રોલ પેઇન્ટીંગ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. પ્રદર્શનમાં મુકાયેલા 10 કરોડથી વધુની કિંમતના પેઇન્ટીંગના વેચાણની 50 ટકા રકમ શહીદ જવાનોના પરીવારને આપવાની જાહેરાત કરવામાં આવી છે. પેઈન્ટીંગમાં બાળ પ્રભુ ધનશ્યામ મહારાજના ચરિત્ર પેઇન્ટીંગ દ્રારા સ્વામીનારાયણ સંપ્રદાયમાં થયેલા સર્જનનું ભવ્યાતિ ભવ્ય અજોડ ચિત્રનું સર્જન કરતા બતાવવામાં આવ્યા છે. 

ચિત્રકાર ભાનુભાઇ દુધાત એ જણાવ્યું હતું કે, તેઓ લગભગ 15 વર્ષ બાદ ફરી પોતાની આર્ટ ગેલેરી દ્રારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન લઇ સુરત આવ્યા છે. સુરત મનપાની સિટીલાઈટમાં આવેલી સાયન્સ આર્ટ ગેલેરીમાં આયોજીત આ પ્રદર્શનમાં લગભગ 151 પેઇન્ટીંગ પ્રદર્શનમાં મુકવામાં આવશે. જેમાં કાશ્મીરના ઇતિહાસ પર બનેલી પેઇન્ટીંગ 3 વર્ષે પુરી થઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રદર્શનમાં મુકાયેલી પેઇન્ટીંગની કિંમત ઓછામાં ઓછી 2500થી લઇ 2.5 કરોડ સુધી છે. આ તમામ પેઇન્ટીંગ ભારત અને વિદેશના લગભગ 51 જેટલા ચિત્રકારોએ તૈયાર કરી છે. જે તમામ પેઇન્ટીંગ વોસેબલ છે. અને લગભગ 2000 વર્ષ સુધી ખરાબ ન થાય તેવી કાળજી સાથે તૈયાર કરાઇ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિદ્ધપુરમાં પાકિસ્તાનના 50 પરિવારોએ શ્રાદ્ધવિધિ કરીને માતૃઋણમાંથી મુક્તિ મેળવી