Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આનંદીબેનના રાજીનામાથી ઉઠ્યા સવાલ, બીજેપીમાં બધુ ઠીક નથી ?

આનંદીબેનના રાજીનામાથી ઉઠ્યા સવાલ, બીજેપીમાં બધુ ઠીક નથી ?
, મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (11:21 IST)
ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એવુ પગલુ ઉઠાવ્યુ જે દેશમાં કોઈ અન્ય મુખ્યમંત્રી તરફથી અત્યાર સુધી જોવાયુ નથી. આ વર્ષે નવેમ્બરમાં 75 વર્ષની થવા જઈ રહેલ આનંદીબેને નવી પેઢી માટે રસ્તો બનાવવાના હેતુથી પોતાનુ પદ છોડવાની ઈચ્છા બતાવી છે. 
 
બીજેપીએ 75 વર્ષની વય પાર કરનારા નેતાઓને મંત્રી કે કોઈ અન્ય મહત્વપુર્ણ પદ પર ન રહેવાનો નિર્ણય કર્યો હતો અને આનંદીબેને આ મુદ્દાને ધ્યાનમાં રાખવાની રજૂઆત કરી છે. તેમણે આ વિશે એક વીડિયો રજુઆત કરી નિવેદન વાચ્યુ અને તેને ટ્વિટર પર રજુ કર્યુ. જો કે તેમના સત્તાવાર પેજ પર હજુ પણ તેઓ ઓગસ્ટ માટે મુખ્યમંત્રીના કાર્યક્રમોની યાદીમાં છે. 
 
ગુજરાત બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યુ કે તેમણે આનંદીબેન તરફથી અચાનક કરવામાં આ નિર્ણયની માહિતી નથી. ગુજરાત બીજેપીના પ્રેજિડેંટ વિજય રૂપાનીએ કહ્યુ કે આ આનંદીબેનનો વ્યક્તિગત સવાલ છે. જો કે આનંદીબેન હજુ પણ રાજ્ય સાથે જોડાયેલ મહત્વપુર્ણ નિર્ણય લઈ રહ્યા છે.  સોમવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રજુ એક જાહેરાતમાં બતાવ્યુ કે તેમણે ખેડૂતોને ક્રોપ ઈંશ્યોરેંસનો વધુ ફાયદો અપાવવાનો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે.   જેના હેઠળ ખેડૂતોને પાંચ પર્સેંટને બદલે બે ટકા પ્રીમિયમ ચુકવવુ પડશે. 31 જુલાઈના રોજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના આધાર પર સાતમા વેતન આયોગને લાગૂ કરવાની જાહેરાત કરી હતી. 
 
એક મોટા નેતાએ કહ્યુ કે જો આનંદીબેનને ખબર હો કે તેઓ સીએમની ખુરશી પરથી હટી રહય છે તો તેમને કયા કારણે સરકારી ખજાના પર આ બોજ વધાર્યો.  તેમના ગયા પછી સરકાર આ ખર્ચ માટે ફંડની વ્યવસ્થા કરવી પડશે. તેનો મતલબ છેકે પાર્ટીમાં બધુ ઠીક નથી. 
 
ગુજરાતની પ્રથમ મહિલા સીએમ આનંદીબેને રાજનીતિમાં લાંબી યાત્રા નક્કી કરી છે.  તે મેહસાણા જીલ્લાના ખેડૂત પરિવારમાંથી આવે છે.  ટીચિંગ પ્રોફેશનથી પોલિટિક્સ જોઈન કર્યા પછી તે રાજ્યની મુખ્યમંત્રી બની. આનંદીબેન 1986માં રાજ્ય બીજેપીની મહિલા શાખાની અધ્યક્ષ બની હતી. ત્યારબાદ તે પાર્ટીની એકતા યાત્રામાં સામેલ થઈ હતી. આ યાત્રા 1992માં કન્યાકુમારીથી શ્રીનગર સુધી થઈ હતી. ગુજરાતથી 1994માં તે રાજ્યસભ માટે પસંદ કરવામાં આવી હતી. આ યાત્રા 1992માં કન્યાકુમારીથી શ્રીનગર સુધી હતી. ગુજરાતથી 1994માં તેઓ રાજ્યસભા માટે પસંદગી પામી અને 1998 સુધી તેઓ તેની મેંબર રહી. 
 
1998માં તેમને ગુજરાતના શિક્ષા મંત્રી બનાવવામાં આવ્યા. આ પહેલા તેમને પ્રથમ વિધાનસભા ચૂંટણી મંડલ ક્ષેત્રમાંથી જીતી હતી. 2002માં રાજ્યમાં થયેલ ચૂંટણી પછી  પણ તેમને શિક્ષા મંત્રીનુ પદ કાયમ રહ્યુ.  આ ચૂંટણીમાં તેઓ પાટનથી પસંદગી પામ્યા.  2012માં તે પાટનને બદલે અમદાવાદના ઘાટલોડિયા ક્ષેત્રથી ચૂંટણી મેદાનમાં ઉતરી. આ ચૂંટણીમાં પણ તેમને જીત મેળવી. બીજી બાજુ 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની જીત પછી આનંદીબેન ગુજરાતના સીએમ બન્યા. 
 
તેમના મુખ્યમંત્રી બનવાથી પાર્ટીના અનેક નીતા ખુશ નહોતા. જો કે આનંદીબેનના પ્રધાનમંત્રીના નિકટના હોવાને કારણે તેમણે આ મામલે ચૂપ રહેવુ પસંદ કર્યુ. પાટીદાર આંદોલન અને ગુજરાતના કોર્પોરેશન ચૂંટણીમાં છેલ્લા ત્રણ દસકામાં બીજેપીની સૌથી મોટી હાર પછી તેમનુ સીમના પદથી હટવુ નક્કી માનવામાં આવતુ હતુ. પુત્રી અનાર પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગવાથી આનંદીબેન વધુ કમજોર બન્યા. જો કે  તેમની મુખ્યમંત્રીની  ખુરશીનો છેલ્લો પગ ઉના મામલા પછી દલિતોનો ગુસ્સોએ ઉખાડ્યો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યપ્રધાન આનંદીબેનના રાજીનામાને લઈને રાજકારણીઓની પ્રતિક્રિયાઓ