Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓબીસી સમિતિના સર્વે પછી નક્કી થશે અનામત આપવી કે નહીં

ઓબીસી સમિતિના સર્વે પછી નક્કી થશે અનામત આપવી કે નહીં
ગાંધીનગર: , ગુરુવાર, 28 એપ્રિલ 2016 (11:39 IST)
પાટીદાર અનામત આંદોલન હવે એક નવો વળાંક લઇ રહ્યું છું. પાટીદાર અનામત આંદોલનને સમેટી લેવા માટે સરકારે કમર કશી હોય એવું લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવા માટે સરકાર દ્વારા એક સમિતિની રચીના કરીને એક સર્વ હાથ ધરવામાં આવ્યો છે. પાટીદારો કેટલા ગરીબ છે અથવા પાટીદાર સમાજને ખરેખરે અનામતમાં સમાવેશ કરવાની જરૂર છે એ વાતનો તાગ મેળવવા માટે રાજ્યની ઓબીસી સમિતિ પાટીદારોના ઘરે ઘરે જઇને મુલાકાત કરીને સર્વે કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવા કે નહીં તેનો તાગ મેળવવા માટે સરકાર દ્વારા રાજ્યની ઓબીસી સમિતિ દ્વારા સર્વ હાથ ધરવામાં આવ્યું છે. આ સર્વમાં રાજ્યના 14 લાખ પાટિદાર પરિવારોનું સંપૂર્ણ સર્વ કર્યા પછી સરકારને લાગશે તો તેઓ પાટીદાર સમાજને અનામત આપશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજે સાત મુદ્દાઓ સાથે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી કરી હતી. આજ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઓબીસી સમિતિએ પ્રશ્નોત્તરી તૈયાર કરી છે.

આ સર્વે માટે ઓબીસીના વડા સુજ્ઞા બેન ભટ્ટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. સરકારી પ્રક્રિયા પ્રમાણે કોઇ પણ સમાજને ઓબીસીમાં દાખલ કરવો કે નહીં તે માટેની કાર્યવાહિનો આ એક ભાગ હોય છે. આયોગ દ્વારા સર્વ કર્યા પછી સરકાર નિર્ણય કરતી હોય છે કે કોઇ પણ સમાજને અનામત આપવી કે નહીં

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'મેક ઈન ઈંડિયા' પીએમ મોદીની સૌથી મહત્વપૂર્ણ પહલ - શાહરૂખ ખાન