Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાખી અને ખાદીની મીલીભગતથી રાજયમાં ભ્રષ્ટાચાર વકર્યો : અલ્પેશ ઠાકોર

ખાખી અને ખાદીની મીલીભગતથી રાજયમાં ભ્રષ્ટાચાર વકર્યો : અલ્પેશ ઠાકોર
, મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (12:04 IST)
આપણું ગુજરાત વ્યસન મુક્ત ગુજરાત બને તે માટે નવો કાયદો બનાવાય, કાયદાની કડક અમલવારી થાય તે માટે 6ઠ્ઠી નવેમ્બરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાંધીનગરમાં ભવ્ય રેલી યોજી વિધાનસભા ઘેરાવ કરનાર છે. જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે મોડાસામાં હાકલ કરી હતી. સભાને સંબોધતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, એક જમાનો હતો જયારે આપણા બાપ-દાદા ન્યાય  કરવા બેસતા હતા. સમય જતાં સમાજમાં વ્યસનનું દૂષણ વધ્યું અને ભારે દબદબો ધરાવતા સમાજની અધોગતિ થઇ, દારૂની બદીએ બાળકોને અનાથ અને મહિલાઓને વિધવા બનાવી. શિક્ષણમાં ઉણા ઉતર્યા. હવે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક બન્યો છે. ઠાકોર સેના રાજયના 28 જિલ્લાના 176 તાલુકાઓના સાડા નવ હજાર ગામડાઓમાં સક્રિય બની છે. રાજયમાં ખાખી અને ખાદી એક થઇ  ભ્રષ્ટાચાર આદરી રહી છે.  ત્યારે વ્યસનમુક્ત સમાજ માટે કાયદો બદલવાની જરૂર છે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ થતો નથી. આથી મરતા યુવાનો અને ભંગાણ થતાં પરિવારોને બચાવવા જનતા રેડ શરૂ કરાઇ. પરંતુ સવારે પકડાતો બુટલેગર બપોરે છુટી ધાક જમાવે છે તેથી જરૂર છે નવા કડક કાયદાની  અને તેની અમલવારીની. ગુજરાત વ્યસનમુક્ત બને, નવો કાયદો ઘડાય અને નોકરિયાતો અને નેતાઓ જાગૃત બને માટે છઠ્ઠી નવેમ્બરે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવ, ઉપવાસ અને આંદોલન યોજાશે. પ્રમુખ અલ્પેશ ઠાકોરે પ્રજાને ન્યાય અપાવવા ઇમાનદાર નેતા અને અધિકારીઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોને પાણી, યુવાનોને રોજગારી અને સસ્તુ શિક્ષણ મળી રહે તે માટે જરૂરી હોવાનું  જણાવ્યું હતું. નેતા અને અધિકારીઓને ટકોર કરતાં જણાવ્યું કે, સુધરો નહીં તો નેતાગીરીકરવા લાયક નહી રહો અને સરકાર જાગૃત નહીં બને તો મૃત્યુઘંટ વાગી જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદા ડેમની મુખ્ય કેનાલનાં ગેટ બંધ કરવા ટોળું ધસી આવ્યું, પોલીસે કરી અટકાયત