Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ પાટીદાર આંદોલનના પગલે આ રૂટ બંધ રહેશે

અમદાવાદ પાટીદાર આંદોલનના પગલે આ રૂટ બંધ રહેશે
અમદાવાદ. , મંગળવાર, 25 ઑગસ્ટ 2015 (11:42 IST)
મંગળવારે યોજાનારા પાટીદાર અનામત રેલીને લઈને શહેરના અનેક રસ્તા બંધ કરીને વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે જીએમડીસી ગ્રાઉંડ ખાતે યોજાનારા જાહેરસભાને કારણે કોઈ મોટી ટ્રાફિક સમસ્યા ઉભી ના થાય તે માટે સવારે પાંચથી કાર્યક્રમ પુરો ના થય ત્યા સુધી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
વાંચો કયા રૂટ બંધ કરાયા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ 
 
A. શિવરંજની ચાર રસ્તાથી એઈસી ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે 
 
વૈકલ્પિક રૂટ 1. નહેરુનગર સર્કલ આંબાવાડી સર્કલ, સર્કલ પંચવટી સર્કલ સી.જી રોડ થઈ જઈ શકાશે. 
 
B. નહેરુનગર સર્કલથી દર્પણ છ રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે. 
 
વૈકલ્પિક રૂટ 1. દર્પણ સર્કલથી લખડ્ડી સર્કલથી ઈશ્વરભુવન ચાર રસ્તાથી કોમર્સ સર્કલથી  સેન્ટ ઝેવયર કોલેજ તરફ થઈ જઈ શકાશે 
 
C. શિવરંજની ચાર રસ્તાથી ડ્રાઈવ ઈન રોડ થલતેજ સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે. 
 
વૈકલ્પિક રૂટ 1. થલતેજ તરફથી સતાધાર સર્કલથી સ્ટલિંગ હોસ્પિટલના પાછળના ભાગેથી સુભાષ ચોક તરફ થઈ જઈ શકશે. 2. કોમર્સ સર્કલથી ઈશ્વરભુવન ચાર રસ્તાથી દર્પણ સર્કલથી લોયલા સ્કુલ થઈ એ.ઈ.સી. ચાર રસ્તા તરફ થઈ જઈ શકાશે.  3. સુભાષબ્રીજ સર્કલ તરફથી થલતેજ સર્કલ તરફ જવા માટ્રે 132 ફુટ રીંગરોડથી અખબારનગર સર્કલથી શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જમણી બાજુવાળી ભુયંગદેવ ચાર રસ્તા તરફથી જઈ શકાશે. 
 
D. નહેરુનગરથી શિવરંજની થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે. 
 
વૈકલ્પિક માર્ગ 1. માણેકબાગ ચાર રસ્તાથી શ્યામલ થઈ આનંદનગર રોડ થઈ પ્રહલાદનગર ટી થઈ શકાશે. 
 
આ સિવાયના આટલા બીજ અમાર્ગો પણ બંધ કરવાનો આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે આપ્યો છે. 
 
ગુજ. યૂનિ. લાઈબ્રેરીથી સૌરભ ચાર રસ્તા તરફ પસાર થઈ શકાશે નહી 
2. સેન્ટ ઝેવિયર્સથી સૌરભ ચાર રસ્તા તરફ જઈ શકાશે નહી 
3. પાંજરા પોળ તરફથી વિજય ચાર રસ્તા તરફ જઈ શકશે નહી 
4. કોમર્સ છ રસ્તાથી વિજય ચાર રસ્તા તરફ જઈ શકશે નહી 
5. લોયલા સ્કુલથી દર્પણ સર્કલ તરફ જઈ શકાશે નહી. 
6. એચડીએફસી બેન્ક ચાર રસ્તાથી દર્પણ સર્કલ તરફ જઈ શકાશે નહી 
7. ડી કે પટેલ હોલ ચાર રસ્તાથી નવરંગ સર્ક્લ તરપ જઈ શકાશે નહી 
8. પલીયડનગરથી નવરંગ ચાર રસ્તાથી નવરંગ સર્કલ તરફ જઈ શકાશે નહી 
9. ઈશ્વરભુવન ચાર રસ્તાથી નવરંગ સર્કલ તરફ જઈ શકાશે નહી 
10. નારણપુરા ચોકી ચાર રસ્તાથી તેમજ નાબાર્ડ બેંકથી તેમજે રેલવે ટ્રેક તરફથી સરદાર પટેલ બાવલા સર્કલ તરફ જઈ શકાશે નહી 
11. ઈન્કમ ટેક્ષથી ઉસ્માનપુરા બાજુ જઈ શકાશે નહી 
12. ભીમજીપુરા તથા પલક ચા રસ્તા તરફથી વાડજ સર્કલ તરફ જઈ શકાશે નહી 
13. કેન્દ્રીય વિદ્યાલય તથા દુધેશ્વર સર્કલ બ્રિજના પુર્વ છેડેથી વાડજ સર્કલ તરફ જઈ શકાશે નહી. 
14. શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી સુભાષબ્રિજ સર્કલ તરફ તથા પાવર હાઉસ સર્કલથી સુભાષબ્રિજ સર્કલ તરફ જઈ શકાશે નહી 
15. કેશવનગર તથા ચીમનભાઈ બ્રિજ નીચેથી સુભાષબ્રિજ તરફ જઈ શકાશે નહી 
16. પલક ચાર રસ્તા તરફ તથા રાણીપ તરફથી પ્રબોધ રાવળ સર્કલ તરફથી સુભાષબ્રિજ સર્કલ તરફ જઈ શકાશે નહી. 
 
અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ 25.-82015ના રોજ 12 કલાકથી 18 કલાક સુધી માર્ગ બંધ રહેશે. પરંતુ ઈમરજન્સી સેવાઓને આ જાહેર નામુ લાગુ પડશે નહી. 
 

Share this Story:

Follow Webdunia gujarati