Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીઆરટીએસ નીચે ચગડાયો 14 વર્ષનો કિશોર, ઘટનાસ્થળે મોત, એરિયામાં તંગદિલી

બીઆરટીએસ નીચે ચગડાયો 14 વર્ષનો કિશોર, ઘટનાસ્થળે મોત, એરિયામાં તંગદિલી
અમદાવાદ. , બુધવાર, 22 જુલાઈ 2015 (18:04 IST)
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બીઆરટીએસની ટક્કર વાગતા 14 વર્ષના કિશોરનું મોત થતા એરિયામાં તંગદિલી છવાઈ હતી. બીઆરટીએસનો અકસ્માત થતા શુભ ટુંડિયા નામના કિશોરનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. શુભ અર્જુન ઈગ્લિશ સ્કુલમાં ભણતોહતો અને સાબરમતીની એકતા સોસાયટીમાં રહેતો હતો. 
 
સાબરાતીમાં બીઆરટીએસે તેની કોરિડોરમાં જ અકસ્માત સર્જતા અહી ટોળેટોળા ભેગા થયા હતા. સાબરમતી પોલીસ સ્ટેશનની સામે જ બનેલા આ બનાવ પછી ઉશ્કેરાયેલા લોકોએ બસ પર પત્થર મારો કર્યો. 
 
બીઆરટીએસના ડ્રાઈવરનું નામ શિવ પરમાર છે. પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત પછી સાબરમતી બાજુના તમામ રૂટની બસોને રોકી દેવાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક સ્કુલનો વિદ્યાર્થી શુભ ટુંડિયા સાબરમતીના એકતા સોસાયટીમાં રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati