Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નશામાં ચકચૂર થઈને નાચ્યા બકરા, દહી પીવડાવી ઉતરાવ્યો નશો

નશામાં ચકચૂર થઈને નાચ્યા બકરા, દહી પીવડાવી ઉતરાવ્યો નશો
ગુજરાત/ખેરાળુ. , ગુરુવાર, 19 માર્ચ 2015 (17:31 IST)
તમે દારૂના નશામાં શોખીન લોકોને નાચતા જોયા હશે પણ શુ કોઈ બકરાઓનું  ઝુંડ દારૂ પીને મસ્તી કરવા લાગી જાય તો..  જી.. હા કંઈક આવો જ મામલો ખેરાલૂ પોલીસ સ્ટેશન સામે આવ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે કેટલીક બોટલ તૂટવાને કારણે દારૂ પોલીસ સ્ટેશનની આસપાસના ખાડાઓમાં ભરી દેવામાં આવી. જેને મેદાનમાં ઘાસ ચરવા આવેલ બકરીઓએ પી લીધી. બસ ત્યારબાદ પુછો જ નહી.. દારૂના નશામાં બકરાઓ ટુન્ન થઈને મસ્તી કરવા લાગ્યા. 
 
એવુ કહેવાય છે કે ગેરકાયદેસર દારૂનો જથ્થો પોલીસે જપ્ત કરી નષ્ટ કરી દીધો હતો. પણ કેટલીક બોટલો તૂટી અને તેનો દારૂ ખાડાઓમાં ભરી દેવામાં આવ્યો. તેના પર પોલીસે ધ્યાન નથી આપ્યુ. તેથી દારૂને ખાડામાં ભરી નાખ્યો.  રોજની જેમ બકરા બકરીઓનુ ટોળુ મેદાનમાં પહોંચ્યુ હતુ. ત્યારે ખાડામાં ભરેલ દારૂ સેવન ઝુંડે કરી નાખ્યુ. તેની માહિતી જ્યારે બકરાઓના માલિક રમેશ ભાઈને લાગેલી તો તેણે દહીનો મઠ્ઠો  ઝૂમનારા બકરા-બકરીઓને પીવડાવ્યુ ત્યારે તેમનો નશો ઉતર્યો. 

Share this Story:

Follow Webdunia gujarati