Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવસારીમાં બસ પાણીમાં પડી જતા 39 મુસાફરોના કરુણ મોત, 24 ઘાયલ

નવસારીમાં બસ પાણીમાં પડી જતા 39 મુસાફરોના કરુણ મોત, 24 ઘાયલ
, શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (10:17 IST)
ગુજરાતના નવસારીમાં રાજ્ય પરિવહનની એક બસ એક પુલ પરથી પુર્ણા નદીમાં પડી જવાથી 39  લોકોના મોત થઈ ગયા જ્યારે કે 24 અન્ય ઘાયલ થઈ ગયા.   ધાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધે તેવી દહેશત પ્રવર્તી રહી છે. સુરત નજીક નવસારીમાં સુપા ગામ ખાતે આ બનાવ બન્‍યો હતો. પૂર્ણા નદીમાં બસ ખાબકી ગઇ હતી. બસના ડ્રાઇવરે પૂર્ણા નદીને પાર કરતી વેળા કાબૂ ગુમાવી દેતા આ ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત થયો ત્‍યારે બસમાં 60થી પણ વધુ યાત્રીઓ હતા. આ બસમાં મુસાફરી કરી રહેલા અને મળત્‍યુ પામેલા તમામ લોકોની ઓળખ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
 
   પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઇ શકી નથી. ધાયલ થયેલા લોકોને નવસારી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. બનાવની જાણ થતા આસપાસના લોકો અને મળતકોના સગાસંબંધીઓ પણ ઝડપથી ધટનાસ્‍થળે પહોંચવા લાગ્‍યા હતા. નવસારી સિવિલ હોસ્‍પિટલમાં ભારે અંધાધૂંધી અને અફડાતફડી જોવા મળી હતી. કારણ કે એક સાથે મોટી સંખ્‍યામાં લોકોને ઇજાગ્રસ્‍ત હાલતમાં ખસેડવામાં આવ્‍યા હતા. બનાવની જાણ થતાં બચાવ અને રાહત ટુકડીઓ નજીકના વિસ્‍તારમાંથી અને આસપાસના અન્‍ય શહેરોમાં પણ પહોંચી ગઈ હતી. નદીમાં પાણીના વધારે પ્રવાહના કારણે બચાવ અને રાહત કામગીરી આડે ભારે અચડણો થઇ હતી. નદીમાં ખાબકી ગયેલી બસને બહાર કાઢવાના મોડીરાત સુધી પ્રયાસો જારી રહ્યા હતા. બીજી બાજુ તમામ સંબંધિત અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી ઉપર નજર રાખવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍થાનિક પોલીસ અને બચાવ ટુકડી પણ ધટનાસ્‍થળે પહોંચી હતી. બસમાં મોટી સંખ્‍યામાં મુસાફરો હતા. રાજ્‍ય પરિવહન નિગમની આ બસ દુર્ધટનાગ્રસ્‍ત થયા બાદ આમા મળત્‍યુપામેલાઓમાં ડ્રાઇવર અને કંડક્‍ટરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝડપથી દોડી રહેલી આ બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ રેલિંગ તોડીને નદીમાં ખાબકી ગઇ હતી. તાપી જિલ્લાના ઉકાઇ ગામથી ઉપડેલી એસટીની આ બસ નવસારી જિલ્લાના સુપા ગામ નજીકથી પૂર્ણા નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહી હતી ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. નવસારી જિલ્લાના ફાયરબ્રિગેડના જવાનો, વહીવટી અધિકારીઓ પહોંચી ગયા હતા. તમામ એમ્‍બ્‍યુલન્‍સને પણ ધટનાસ્‍થળે મોકલવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરી માટે નવસારી, મરોલી, ગણદેવી, બારડોલીથી પણ એમ્‍બ્‍યુલન્‍સો પહોંચી હતી. નવસારીથી 10 કિલોમીટરના અંતરે આવેલા સુપા ગામમાં બનેલા બનાવથી ચકચાર મચી ગઈ હતી. એસટી બસ જીજે-18-વાય-4743ને અકસ્‍માત નડયો હતો.
 
-  અકસ્‍માતની સાથે સાથેઃ અકસ્‍માત બાદ ટ્રાફિકજામની સ્‍થિતિ
-  નવસારી જિલ્લાની પૂર્ણા નદી પર ગમખ્‍વાર અકસ્‍માત થયો
-  એસટી બસ રેલિંગ તોડીને નદીમાં ખાબકી જતાં 37ના મોત
-  ઇજાગ્રસ્‍તોની સંખ્‍યા ૨૪થી વધુ દર્શાવવામાં આવી
-  અકસ્‍માત બાદ હાઈવે પર જામની સ્‍થિતિ સર્જાઈ
-  હાઈવે પર સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો
-  તમામ ઇજાગ્રસ્‍તોને નવસારી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા
-  એસટી બસ તાપી જિલ્લાના ઉકાઈ ગામથી ઉપડી હતી અને બસ નવસારી જિલ્લાના સુપા ગામથી પસાર થઇ   રહી હતી
-  બચાવ અને રાહત કામગીરીમાં સ્‍થાનિક લોકો, ફાયરબ્રિગેડ, પોલીસ ટુકડી પણ જોડાઈ
-  નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બચાવ કામગીરીમાં ભારે મુશ્‍કેલી

Share this Story:

Follow Webdunia gujarati