Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2500 વર્ષમાં વઢવાણ કેવું બદલાયું, કેવી રીતે વર્ઘમાન નગરીમાંથી વઢવાણ બન્યું

2500 વર્ષમાં વઢવાણ કેવું બદલાયું, કેવી રીતે વર્ઘમાન નગરીમાંથી વઢવાણ બન્યું
, મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (13:14 IST)
ધરતી પર રહેલા અનેક શહેરો અને ગામડાઓનો એક ઈતિહાસ હોય છે જેને જાણીને એક નવી વાત પર જાણકારીનો રસ ઉતરે છે. ત્યારે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જેની સ્થાપના આમતો 2500 વર્ષ પહેલા થઈ હતી. આ સ્થાપના ઋષિપંચમીના રોજ થઈ હોવાથી વઢવાણનો જન્મ દિવસ આ દિવસે ઉજવાય છે. ભોગાવા નદી કાંઠે 2500 વર્ષ પહેલા વસેલા વર્ધમાનપુરી ઐતિહાસિક દરરજો ધરાવે છે. ત્યારે વઢવાણ નગરનું નામકરણ ઋષિપંચમીએ થયેલ હોવાનું માની વઢવાણ હેપી બર્થ-ડેની ઉજવણી કરાય છે. વઢવાણ જન્મ દિવસે શહેરનો ગઢ, દરવાજા અને નદી ઐતિહાસિક સાક્ષી પુરી વર્તમાન સાથે સંઘર્ષ કરી રહી છે.

સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણની આ પવિત્ર ભોમકા છેલ્લા 1500 વર્ષથી વઢવાણ નગરનો દરજ્જો ધરાવે છે. વઢવાણ શહેરની ફરતે ઇ.સ. 1084માં ગઢ (કિલ્લો) બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રવેશ દ્વાર શિયાણીની પોળ, ખારવાની પોળ, લાખુપોળ, ખાંડીપોળ, ધોળીપોળ અને છ દરવાજા અને એક બારી છે. વઢવાણ શહેરમાં માધાવાવ, રાણકદેવી મંદિર, ગંગાવાવ સહિત ઐતિહાસિક સ્થળો આવેલા છે. વઢવાણ રાજયમાં પૃથ્વીરાજસિંહજી, ચંદ્રસિંહજી, દાજીરાજ, બાલાસિંહજી, રાજાઓએ રાજ કર્યુ હતું. જેમાં રાજવી જોરાવરસિંહજી પરથી જોરાવરનગર અને સુરેન્દ્રસિંહજી પરથી સુરેન્દ્રનગર નામ પડયુ છે. આઝાદી સમયે 1948માં વઢવાણ રાજધાનીનું શહેર હોવાથી યશોભૂષણં સર્વદા વર્ધમાનમ્ સૂત્ર ગૂંજતુ હતુ. પરંતુ ત્યારબાદ વઢવાણ તાલુકો મળનાર લાભ રાજકીય રીતે પ્રાપ્ત ન થયો આથી વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડી રહ્યું છે. કલ્પસૂત્ર નામના જૈનશાસ્ત્રમાં જણાવાયુ છે કે, ભોગાવા નદી કાંઠે અસ્થિ ગ્રામ ખાતે ભગવાન મહાવીર પધાર્યા હતાં.રાતભેરશરણપાળ યક્ષને ઝઝૂમતો રહેવા દઇ મહાવીરે તેના પર કૃપા કરી ઉદ્ધાર કર્યો હતો. ત્યારબાદ આ સ્થળે વર્ધમાનપુર તરીકે ઓળખ સ્થાપિત થઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ગણેશ પંડાળોમાં વિવિધ થીમ સાથે ભક્તી, બાપાની આરાધના કરતાં લોકોમાં ઉત્સાહ