Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2014ની ઉજવણીનો માહૌલ ઉપર મંદી ભારે પડી રહી છે

2014ની ઉજવણીનો માહૌલ ઉપર મંદી ભારે પડી રહી છે
, મંગળવાર, 31 ડિસેમ્બર 2013 (12:01 IST)
P.R
મંદીના માહોલ વચ્ચે પણ ૨૦૧૩ને વિદાય આપવા અને ૨૦૧૪ને આવકારવા અમદાવાદીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા અમદાવાદીઓ થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે મંદી પ્રર્વતી રહી છે ત્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. વ્યાપારીઓના મતે આ વખતે માર્કેટમાં જોઈએ તેવો ઉજવણીનો માહોલ જામ્યો નથી. ગિફ્ટ આર્ટિકલ્સ અને ક્રિસમસ ડેકોરેશનનું વેચાણ કરતા વ્યારીઓના મતે આ વખતે માર્કેટમાં ૩૦થી ૪૦ ટકા જેટલી મંદી દેખાઈ રહી છે. જોકે યુવાવર્ગને કદાચ મંદી નડતી હોય તેવું લાગતુ નથી, પરંતુ આ વખતે તો ક્રિસમસના દિવસે પણ ક્રિસમસ ટ્રી ખરીદનાર ગ્રાહકો ફરક્યા જ ન હતા. જેની પાછળ કદાચ ગિફ્ટ આર્ટિકલ્સ અને ક્રિસમસ ટ્રીની કિંમતોમાં થયેલો ભાવવધારો પણ કારણભૂત ગણાવી શકાય. કેકનું વેચાણ કરતા વ્યાપારીઓના મતે પણ આ વર્ષે ઘરાકીમાં ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કેકના ભાવમાં પણ આ વર્ષે ૧૦થી ૧૨ ટકાનો વધારો થયો છે, કારણ કે કેકની બનાવટમાં વપરાતી કાચી ખાદ્યસામગ્રી મોંઘી બની છે.

જોકે બેફીકર અમદાવાદીઓએ ઉત્સાહ મુજબ અને ખિસ્સાને પરવડે તે રીતે ઉજવણી કરવાનું નક્કી કરી લીધુ છે. હોટલોમાં ડાન્સ એન્ડ ડિનર પાર્ટીના આયોજનોથી માંડીને પ્રિયજનોને ગિફ્ટની આપ-લે કરવા સુધીની તૈયારીઓ થઈ ચૂકી છે. બજારોમાં ગિફ્ટ આર્ટિકલ્સ, કેક અને કાર્ડસની અવનવી વેરાયટી આવી છે જે ગ્રાહકોનું મન લુભાવી રહી છે. ખાસ કરીને યુવાનોને પસંદ પડે તેવા ગિફ્ટ આર્ટિકલ્સની ખૂબ માગ છે. જો તમે માનતા હોવ કે આજના એસએમએસ અને ઈ મેલના જમાનામાં ગ્રિટીંગ કાર્ડસનો ક્રેઝ ઘટી ગયો છે તો તે માન્યતા ખોટી છે. ક્રિસમસ અને ખાસ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે ગિફ્ટની સાથે સાથે હવે કાર્ડ ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. હવે પ્રિયજનને માત્ર ફૂલોના બુકેથી શુભેચ્છા પાઠવવાને બદલે ચોકલેટ બુકેથી પણ તમે તમારી મીઠી લાગણી વ્યક્ત કરી શકો છો. યુવાનોને આકર્ષે તેવા કેન્ડલ સ્ટેન્ડથી માંડીને પ્રિયજનને એનર્જી પુરાં પાડતા પાવર બેલ્ટ તેમજ સાન્ટાક્લોઝવાળા ટેડીબેર પણ ધૂમ વેચાઈ રહ્યાં છે. કેકમાં પણ મનમોહક ડિઝાઈન અને સ્વાદવાળી અવનવી વરાયટી આવી છે. જો તમારા પ્રિયજન તમારાથી દૂર વસતા હોય તો તમારા માટે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ્સ બેસ્ટ વિકલ્પ છે. જો તમે વધુ નાણાં ન ખર્ચવા માગતા હોવ તો તમારા માટે કિચેનની વિશાળ રેન્જ અને ડેકોરેટિવ મફિન્સની વરાયટી હાજર છે. આજે મધરાતથી ૨૦૧૪ને આવકારવા અમદાવાદીઓ અધીરા બન્યા છે ત્યારે સૌને આવનારું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા...

મનમોહક ગિફ્ટ આર્ટિકલ્સ

૧. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા ગ્રિટીંગ કાર્ડસ રૃ.૭ થી ૧૦૦૦ સુધી

૨. મનમોહક કાચના કેન્ડલ સ્ટેન્ડ જે મેઘધનુષી ઈફેક્ટ ઊભી કરે રૃ.૧૦૦ થી ૬૦૦૦

૩. સેન્ટાક્લોઝ ટેડીબેર રૃ.૯૯ થી ૯૯૯

૪. રનિંગ હોર્સ રૃ.૧૫૯૯ થી ૬૦૦૦

૫. કપલ સ્ટેચ્યૂ રૃ. ૯૯ થી ૨૦૦૦

૬. રોટેડ ફોટોફ્રેમ રૃ. ૨૫ થી ૧૦૦૦

૭. કપલ કિચેન રૃ. ૯૯ થી ૨૦૦

૮. એનર્જી બેલ્ટ અને પાવર બેલ્ટ રૃ.૫૦ થી ૧૦૦

નવા વર્ષને આવકારવા ઉપરાંત અમદાવાદીઓમાં હવે ક્રિસમસ ટ્રીનો પણ ક્રેઝ વધી રહ્યો છે. વ્યાપારીઓના જણાવ્યા મુજબ ક્રિસમસ પછી પણ ક્રિસમસ ટ્રી અને ક્રિસમસ ડેકોરેશનની ખરીદી કરનારા અમદાવાદીઓ મળી આવે. સામાન્ય રીતે ખ્રિસ્તીઓ ક્રિસમસ પહેલા ટ્રીની ખરીદી કરી લેતા હોય છે, પરંતુ અમદાવાદીઓ તેમનો શોખ પૂરો કરવા ક્રિસમસ પહેલાથી શરૃ કરીને તા.૩૧ ડિસે.સુધી ક્રિસમસ ટ્રી અને ક્રિસમસ ડેકોરેશનની ખરીદી કરતા રહે છે જેમાં મોટા ભાગે હિંદુ ગ્રાહકોનો સમાવેશ થાય છે. ક્રિસમસ ટ્રી ચાર અલગ અલગ સાઈઝમાં મળે છે અને ક્રિસમસ ડેકોરેશનમાં પણ કલરફૂલ ડેકોરેશન આઈટમ્સ ધૂમ મચાવી રહી છે.

૧. ક્રિસમસ ટ્રી ( ૨ ફૂટ, ૪ ફૂટ, ૫ ફૂટ, ૯ ફૂટ ) રૃ.૨૪૯ થી ૨૦૦૦

૨. ક્રિસમસ ડેકોરેશન- ગિફ્ટ બોક્સ, સ્ટીક, ડ્રમ, નાના સ્ટાર, નાના સાન્ટાક્લોઝ, બેલ, વેલ,નાના બોલ્સ રૃ.૧૦ થી ૧૦૦

નવુ વર્ષ હોય અને કેક ન હોય તેવું કેમ બને? માર્કેટમાં મોંમા પાણી લાવે તેવી અવનવી કેકની વરાયટી ઉપલબ્ધ છે જે ચોક્કસપણે તમારા મોંમા પાણી લાવશે. ખાસ કરીને ડેકોરેટિવ મફિન્સે યુવાનો અને બાળકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે, જેમાં સાન્ટાના ચહેરાવાળા મફિન્સથી માંડીને નાના ટેડીબેરવાળા મફિન્સ તમારા પ્રિયજનના ચહેરા પર સ્માઈલ અને મોંમાં પાણી લાવશે. ડ્રાયફૂટ કેક ફ્રેશ ફ્રૂટ કેક પણ હાજર છે. મોટા ભાગે તમામ વરાયટી રૃ. ૪૦ થી ૧૦૦૦ સુધીમાં ઉપલબ્ધ છે.

Share this Story:

Follow Webdunia gujarati