Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

132મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ

132મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ

વેબ દુનિયા

અમદાવાદ. , શનિવાર, 20 જૂન 2009 (17:02 IST)
W.DW.D

ભગવાન જગન્નાથની 132મી વાર્ષિક રથયાત્રા અહી 24મી જૂનના રોજ નગરભ્રમણ માટે નિકળશે.

અત્રેના જગન્નાથ મંદિરના પ્રમુખ મહંત રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં 18 આભૂષણોથી સજ્જ હાથીઓ, 98 સણગારેલા ટ્રક અને રથો પર સવાર ભગવાન જગન્નાથ અને બલરામ તેમજ તેમની બહેન સુભદ્રાની પ્રતિમા હશે.

તેમણે જણાવ્યુ કે રથયાત્રા રાયપુર, ખાડિયા, સરસપુર, કાલુપુર,પ્રેમદરવાજા અને દિલ્હી ચકલા સહીત પોતાના પારંપરિક માર્ગથી પસાર થશે. લગભગ એક હજાર ભક્તો પવિત્ર રથને ધકેલશે.

રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં આખા દેશમાંથી આવેલ બે હજારથી વધારે સંતો ભાગ લેશે. તેમજ યાત્રા દરમિયાન અખાડેબાજો પોતાના અવનવા કર્તબો દેખાડશે.

Share this Story:

Follow Webdunia gujarati