rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરસાણામાં કાર્યકરોમાં ધમાલ

લોકસભા ચૂંટણી

વેબ દુનિયા

ગોધરા , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (11:21 IST)
જિલ્લાના નરસાણા ગામમાં આજે સવારે ચાલી રહેલા મતદાન વેળાએ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં ધમાલ થઇ હતી. જાણવા મળ્યા મુજબ આ અથડામણમાં ગામના સરપંચને ઇજા થવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સેરા તાલુકાના નરસાણામાં આજે સવારે મતદાન પ્રક્રિયા શાંતિથી ચાલી રહી ત્યાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે એકાએક અણબનાવ બનતાં મામલો ઉગ્ર બન્યો હતો. જોતજોતાંમાં બંને જુથો ઉગ્ર બની જતાં મારામારી ઉપર ઉતરી આવ્યા હતા જેમાં ગામના સરપંચને પણ ઇજા થયાનું બહાર આવ્યું છે. જોકે સુરક્ષા બળોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ બેઠક પરથી કોંગ્રેસના કેન્દ્રિય મંત્રી શંકરસિંહ વાઘેલા અને ભાજપના પ્રતાપસિંહ ચૌહાણ મેદાન જંગમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati