Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૬૦૦ કરોડનાં ગણપતિબાપ્પા

૬૦૦ કરોડનાં ગણપતિબાપ્પા
, ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (16:51 IST)
સુરતના ડાયમન્ડના વેપારી કનુ આસોદરિયાને ૧૨ વર્ષ પહેલાં મગાવેલા રફ હીરાના લૉટમાંથી એક મોટા ડાયમન્ડના ટુકડામાં ગણપતિબાપ્પાની પ્રતિકૃતિ દેખાઈ હતી જેને તેઓ છેલ્લાં ૧૨ વર્ષથી ઘરમાં પરિવારજનો સાથે પૂજતા હતા, પણ આ વર્ષે કનુભાઈ પોતાના મહિધરપુરા વિસ્તારમાં આવેલા ઘરમાં અન્ય લોકોને પણ એ ડાયમન્ડના ગણપતિને દર્શનાર્થે ખુલ્લા મૂકવાના છે. આજની માર્કેટકિંમત મુજબ ૬૦૦ કરોડ રૂપિયાની કિંમતના આ ગણપતિનું વજન ૩૬.૫૦ ગ્રામ છે.

એક સિંગલ રફ ડાયમન્ડમાં નરી આંખે દેખાઈ રહેલા આ ગણપતિનું સ્વાભાવિક રીતે વિસર્જન કરવામાં નથી આવતું, પણ દર વર્ષે ગણેશ-મહોત્સવ દરમ્યાન પૂજનમાં રાખ્યા પછી એને ફરીથી મંદિરમાં મૂકી દેવામાં આવે છે. કનુભાઈએ કહ્યું હતું કે ‘જે વખતે રફ ડાયમન્ડમાં બાપ્પા ઘરમાં આવ્યા હતા એ સમયથી રિદ્ધિ-સિદ્ધિ પણ ઘરમાં આવી છે. એવી કોઈ ક્ષમતા નહોતી કે આટલી મોટી કિંમતના રફ લૉટને પૉલિશિંગમાં ન લઈએ, પણ બાપ્પા દેખાયા એટલે શ્રદ્ધાથી તેમને ઘરમાં રાખ્યા અને તેમણે જ તમામ અરેન્જમેન્ટ કરી આપી.’ કનુભાઈના આ ડાયમન્ડના ગણપતિને ઇન્ટરનૅશનલ લૅબોરેટરીમાંથી પ્યૉરિટીનું સર્ટિફિકેટ પણ મળ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati