Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હૃદય સંબંધિત બિમારીઓને કારણે વિશ્વમાં દર વર્ષે ૧૭૩ લાખ લોકોના મૃત્યુ થાય છે

વિશ્વ હૃદય દિવસ

હૃદય સંબંધિત બિમારીઓને કારણે વિશ્વમાં દર વર્ષે ૧૭૩ લાખ લોકોના મૃત્યુ થાય છે
, શનિવાર, 28 સપ્ટેમ્બર 2013 (13:18 IST)
P.R
કાર્ડિયો વસ્યુલર ડિસીઝ(સીવીડી) એટલે કે હૃદય સંબંધિત બિમારીઓને કારણે વિશ્વમાં દર વર્ષે ૧૭૩ લાખ એટલે કે પોણા બે કરોડ લોકોના મૃત્યુ થાય છે. ગુજરાતમાં લગભગ ૧૫% લોકો કોઇને કોઇ પ્રકારે આનો શિકાર બને છે. ઝડપથી ખાન-પાનમાં આવેલા ફેરફારને કારણે હવે યુવા વર્ગ પણ આનો શિકાર બની રહ્યો છે. ડોક્ટૃરો અનુસાર આ રોગનો ઇલાજ કરાવનારાઓમાંથી ૫૦% લોકો ૫૦ વર્ષથી ઓછી ઉંમરના છે. આહાર, તણાવ અને કસરતના અભાવમાં જીવનશૈલી બદલી છે. જેથી લોકોને જાડીયાપણું, ડાયાબિટીસ, હાઇપરટેન્શવન અને કોલેસ્ટ્રો લ જેવી બિમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને હ્દ,ય રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું છે. એએમએના અધ્યેક્ષ ડો.પ્રજ્ઞેશ વછરાજાનીના જણાવ્યા અનુસાર કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડી‍યાના અમદાવાદ યુનિટ સહિત અન્યઆ સંસ્થાઓ સાથે મળીને શહેરમાં સીવીડીના ખતરાને અટકાવવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. જે અંતર્ગત વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે રવિવારે સવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ દોઢ હજાર લોકો ભાગ લેશે

Share this Story:

Follow Webdunia gujarati