Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે વિઘાર્થીઓ માટે આઘાર ફરજીયાત

હવે વિઘાર્થીઓ માટે આઘાર ફરજીયાત
અમદાવાદ, , ગુરુવાર, 28 જુલાઈ 2016 (11:38 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અજીબોગરીબ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, હવેથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટે આધારકાર્ડ નંબર રજુ કરવો ફરજીયાત રહેશે. શિક્ષણ બોર્ડે જાહેર કરેલ પરિપત્ર મુજબ આધારકાર્ડ નંબર વિના ભરવામાં આવેલા કોઈપણ પરીક્ષા ફોર્મનો સ્વીકાર બોર્ડ દ્વારા કરવામાં આવશે નહીં.

મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટે એક વખત નહીં પરંતુ અનેક વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે અને સ્પષ્ટ કર્યુ છે કે કોઈપણ પ્રકારની સરકારી યોજના કે સહાય માટે વ્યક્તિને આધારકાર્ડ ફરજીયાતનું દબાણ કરી શકાય નહીં. 

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ તાકીદ કરી છે કે, આધારકાર્ડ એ માત્ર વ્યક્તિની સવલત માટે છે તેને ફરજીયાત કરીને વ્યક્તિઓની અસુવિધાનું માધ્યમ બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યુ છે કે, કોઈપણ યોજના કે કોઈપણ યોજના માટે આધારકાર્ડ ફરજીયાત બનાવતા પહેલા સરકાર એ સુનિશ્ચિત કરે કે દેશના દરેકે દરેક વ્યક્તિ પાસે આધારકાર્ડ ઉપલબ્ધ છે.

જોકે, સુપ્રીમ કોર્ટના અન્ય આદેશોની જેમ ગુજરાત સરકાર આ આદેશને પણ ધોળીને પી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. તેમજ ગુજરાત સરકાર હસ્તકના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આધારકાર્ડ સંદર્ભે નવો ફતવો જાહેર કરાયો છે. જે મુજબ, હવેથી વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ અને ૧૦ની બોર્ડની પરીક્ષા ફોર્મ ભરતા સમયે પોતાનો આધાર નંબર ફરજીયાત રજુ કરવાનો રહેશે. 

આધાર નંબર વિના કોઈપણ વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મને સ્વિકારવામાં આવશે નહીં. શિક્ષણ બોર્ડના આ પરિપત્રનો અમલ માર્ચ ૨૦૧૭માં લેવામાં આવનાર બોર્ડની પરીક્ષાથી કરવામાં આવશે. જેની તકેદારી રાખવા દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વતંત્રતા દિવસ પર ડ્રોનથી થઈ શકે છે હુમલો